માત્ર 10 રૂપિયા માટે કડકડતી ઠંડીમાં બીજા માટે નદીમાં ડૂબકી લગાવી રહ્યો છે આ વ્યક્તિ, જુઓ વીડિયો

ઠંડા પાણીમાં શ્રદ્ધાળુઓના નામ પર ડુબકી લગાવવા માટે આ વ્યક્તિએ માગ્યા આટલા રૂપિયા, લોકો બોલ્યા- નવો બિઝનેસ છે ભાઇ

ઠંડીમાં દરરોજ નહાવાની હિંમત દરેકમાં હોતી નથી, પરંતુ એવા ઘણા લોકો છે જે ગમે તેટલી ઠંડી હોય તો પણ દરરોજ ન્હાતા હોય છે. ઉત્તર ભારતમાં આ દિવસોમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે. સ્થિતિ એવી છે કે, દિવસેને દિવસે તાપમાનનો પારો ગગડી રહ્યો છે, જેના કારણે લોકોને ઘરોમાં કેદ થવાની ફરજ પડી છે. બીજી તરફ, વધતી જતી ઠંડી વચ્ચે દરરોજ ન્હાવું એ યુદ્ધ જીતવાથી ઓછું નથી, પરંતુ કેટલાક લોકો એવા છે જે તાપમાન ગમે તેટલું ઘટે તો પણ નિયમિત રીતે સ્નાન કરે છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને તમે પણ ચોંકી જશો.

આ ચોંકાવનારા વીડિયોમાં એક વ્યક્તિ માત્ર 10 રૂપિયામાં ઠંડા પાણીમાં ડૂબકી મારવાની વાત કરી રહ્યો છે, જેને જોઈને યુઝર્સ પણ દંગ રહી ગયા છે. જ્યાં કડકડતી ઠંડીમાં લોકો ઘરે ન્હાવાનું ટાળતા હોય છે. ત્યાં એક વ્યક્તિનો વાયરલ વીડિયો બધાના હોંશ ઉડાવી રહ્યો છે, જે કડકડતી ઠંડીમાં ઠંડા પાણીમાં નાહવા માટે તૈયાર છે. આ વાયરલ થઈ રહેલા વીડિયોમાં એક વ્યક્તિ શ્રદ્ધાળુઓ વતી ડૂબકી લગાવવાની વાત કહેતો જોવા મળે છે, પરંતુ તેના માટે તેણે પૈસા લેવાની શરત પણ મૂકી છે. જો કે શિયાળાની ઠંડીમાં ઠંડા પાણીમાં ન્હાવું સરળ કામ નથી, પરંતુ વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ નદીમાં નાહવા તૈયાર બેઠો છે.

વીડિયોમાં એક વ્યક્તિ નદી કિનારે રેલિંગ પર કપડા વગર બેઠો છે. આ દરમિયાન, તે ભક્તોને ઓફર કરે છે કે, જો તેમને લાગે છે કે તેમના માટે પાણી ખૂબ ઠંડુ છે, તો તે પોતે તેમાં કૂદીને ડૂબકી લગાવશે, પરંતુ તેના બદલામાં તેને પૈસા જોઈએ છે. આ વાયરલ વીડિયોમાં એક વ્યક્તિ કહેતો સંભળાય છે, ‘ભાઈઓ અને બહેનો, ચાલો આ ઠંડીની મોસમમાં તમારા નામની ડુબકી મારીએ. જો તમારે ડૂબકી ન લગાવવી હોય તો તમારું નામ કહો 10 રૂપિયાની રસીદ કાપો અને આ ઠંડીના વાતાવરણમાં તમારા નામ પર અમે ડુબકી લગાવીશું. તમને તમારા નામનું પુણ્ય મળશે,

પણ તમે જે 10 રૂપિયા આપશો તે અમને મળશે. આવો ભાઈઓ, આવો બહેનો… 10 રૂપિયા, 10 રૂપિયા, 10 રૂપિયા… અમે તમારા નામની ડૂબકી મારીશું. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @ashutoshvshukla નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જેને અત્યાર સુધીમાં હજારો લોકો જોઈ ચૂક્યા છે, જ્યારે 1600થી વધુ લોકોએ આ વીડિયોને લાઈક કર્યો છે. વીડિયો જોયા બાદ યુઝર્સની હાલત પણ ખરાબ થઈ રહી છે. વીડિયો જોનારા યુઝર્સ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘નવો રોજગાર.’

Shah Jina