બેંગલુરુમાં વરસાદને કારણે શહેર થઇ રહ્યું છે પાણી પાણી, આ વ્યક્તિ પોતાના જ ઘરમાં પાણીમાં સ્વિમિંગ કરીને પહોંચ્યો, જુઓ વીડિયો

આ વર્ષે ચોમાસામાં ખુબ જ વરસાદ વરસ્યો, ઘણા વિસ્તારોમાં તો પાણી ઘરમાં પણ ભરાઈ ગયા હતા, ત્યારે ગુજરાતમાં છેલ્લા થોડા દિવસથી વરસાદે વિરામ લીધો છે, પરંતુ હાલ બેંગલુરુની હાલત ખુબ જ ખરાબ છે. મુશળધાર વરસાદ સતત ચોથા દિવસે પણ બેંગલુરુમાં ખેર વર્તાવતો રહ્યો. ગટર અને પૂરથી સામાન્ય જીવન પ્રભાવિત થયું અને જીવન અને સંપત્તિનું નુકસાન થયું.

નીચાણવાળા વિસ્તારોમાં ખુબ જ પાણી ભરાઈ ગયા છે અને પાણીમાં ડૂબી ગયેલા વિસ્તારો અને એપાર્ટમેન્ટ્સના રહેવાસીઓ તેમના ઘરો અને ભોંયરાઓમાંથી પાણી કાઢવા અને કાદવને સાફ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. શહેરના મોટાભાગના વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં હજુ પણ રસ્તાઓ પર પાણી ભરાતા વાહનોની અવરજવરમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો હોવાનું કહેવાય છે.

પૂરગ્રસ્ત વિસ્તારો અને એપાર્ટમેન્ટ્સના કેટલાક રહેવાસીઓ, જેઓ સગાંઓ અથવા મિત્રોના સ્થાનો અથવા હોટલ જેવા સુરક્ષિત સ્થળોએ ગયા હતા, તેઓ નુકસાનનું મૂલ્યાંકન કરવા અને સફાઈ કાર્ય હાથ ધરવા તેમના ઘરે પાછા ફરી રહ્યા છે. પૂર જેવી સ્થિતિ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ એપ્સીલોનના પાડોશમાં તેના વિલાના લિવિંગ રૂમ અને બેડરૂમમાં તરતો જોવા મળી રહ્યો છે.

ટ્વિટર પર શેર કરવામાં આવેલી ક્લિપમાં તે વ્યક્તિ તેના ઘરના પૂરગ્રસ્ત ગ્રાઉન્ડ ફ્લોર પર તરતો જોઈ શકાય છે, જ્યારે ઘરની વસ્તુઓ તેની આસપાસ તરતી હોય છે. જો તમે આ વીડિયોમાં જોશો, તો તમે જોશો કે તેના ઘરમાં સ્વિમિંગ કરનાર વ્યક્તિ કહે છે કે તમે જોયું? પિયાનો પાણીની અંદર છે. પથારી અને કપડાં પાણીમાં તરતા છે. તેણે તેના ઘરમાં હાજર વસ્તુઓમાં પણ ડૂબકી લગાવી અને બતાવ્યું કે તે કેટલું ઊંડું છે. એપ્સીલોન એ બેંગ્લોરમાં એક પોશ વિસ્તાર છે જે વિપ્રોના ચેરમેન રિષદ પ્રેમજી, બ્રિટાનિયાના સીઈઓ વરુણ બેરી, બાયજુના રવિન્દ્રન, બિગ બાસ્કેટના સહ-સ્થાપક અભિનય ચૌધરી જેવા અબજોપતિઓનું ઘર છે.

Niraj Patel