પાવાગઢ જેવા ઊંચા પર્વત ઉપર હિંચકે ઝૂલી રહ્યો હતો આ વ્યક્તિ, અચાનક થયું એવું કે હિંચકો નાખનારનો પગ લપસ્યો અને સીધો જ… જુઓ વીડિયો

નાના બાળકો હોય કે પછી મોટેરાઓ દરેકને હિંચકે ઝૂલવાનું ખુબ જ પસંદ હોય છે, આપણે ત્યાં મોટાભાગના ઘરોમાં હિંચકાઓ પણ જોવા મળે છે. જેના ઉપર બેસીને ઘણા લોકો ઝૂલતા હોય છે, તો ઘણા શોખીનો એવા પણ હોય છે જે પર્વત ઉપર પણ હીંચકો બાંધીને ઝૂલતા હોય છે, પરંતુ આવું ઘણું જોખમકારક પણ સાબિત થાય છે.

થોડા સમય પહેલા બે છોકરીઓનો એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં તે પર્વત ઉપર હિંચકે ઝૂલી રહી હતી ત્યારે જ હિંચકાનું દોરડું તૂટ્યું હતું અને તે ખાઈમાં ખાબકી ગઈ હતી. ત્યારે હાલ એવો જ એક વીડિયો સામે આવ્યો છે, જેમાં એક યુવક પવર્ત ઉપર બાંધેલા હિંચકા ઉપર ઝૂલી રહ્યો છે અને બીજો યુવક તેને હિંચકા નાખી રહ્યો છે.

બે મિત્રો ખતરનાક ઝૂલા ઉપર ઝૂલવા માટે જાય છે. આ વીડિયોને જોઈને પહેલા તો તમને પણ હેરાની થશે કે આ લોકોએ આવી જગ્યા જ ઝૂલો ઝૂલવા માટે શા કારણે પસંદ કરી હશે ? પરંતુ તેના બાદ ઝૂલો ઝૂલતા સમયે એવી દુર્ઘટના બને છે કે તમારી પણ જોઈને ચીસ નીકળી જશે, એક યુવકનો જીવ જતા જતા બચી જાય છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે બે મિત્રો કોઈ સુમસાન પહાડ ઉપર હિંચકા ખાવા માટે ગયા છે. આ દરમિયાન એક મિત્ર તેના બીજા મિત્રને હિંચકે ઝુલાવી રહ્યો છે. તે જોર જોરથી હિંચકા પણ નાખે છે. ત્યારે જ કંઈક એવું થાય છે કે હિંચકો નાખનાર મરતા મરતા બચે છે. કારણ કે હિંચકો નાખતા નખતા જ તેનો પગ હિંચકામાં ભરાઈ જાય છે અને તે હિંચકાની સાથે જ પહાડની આગળની તરફ ઉછળે છે. જ્યાં આગળ મોટી ખીણ હોય છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થતા જ લોકોનો ગુસ્સો પણ સામે આવી રહ્યા છે, ઘણા લોકો આવી જગ્યાઓ ઉપર આવા ખતરનાક એડવેન્ચર કરવું એ જીવન જોખમ સમાન હોવાનું પણ કહી રહ્યા છે, તો ઘણા લોકો એમ પણ કહી રહ્યા છે કે આ વ્યક્તિ મરતા મરતા બચી ગયો છે. તો ઘણા લોકો તે વ્યક્તિનું કિસ્મત સારું હોવાનું પણ કહી રહ્યા છે. જો કે આ વીડિયો ક્યાંનો છે અને ક્યારનો છે તે વિશે હજુ કોઈ પુષ્ટિ નથી થઇ શકી.

Niraj Patel