વાયરલ

આ માણસે ગધેડાની સામે કર્યું કંઈક એવું કે વાયરલ થઇ ગયો વીડિયો, તમે પણ જોઈને હસી હસીને બઠ્ઠા વળી જશો, જુઓ

ઇન્ટરનેટ ફની વીડિયોથી ભરાયેલું પડ્યું છે, ઘણા લોકો જાણી જોઈને ઘણીવાર એવી એવી હરકતો કરતા હોય છે જેની ઘટનાઓ કેમેરામાં કેદ થઇ જાય છે અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતા હોય છે. તાજેતરમાં, આવો જ એક વીડિયો લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યો છે અને તેમનું ખૂબ મનોરંજન કરી રહ્યો છે.

આ વીડિયોમાં એક ‘કાકા’ ગધેડા સાથે વાત કરતા જોવા મળી રહ્યા છે. આશ્ચર્યની વાત એ છે કે ‘અંકલ’ ગધેડાની ભાષામાં તેની સાથે ઘણી વાતો કરતા જોવા મળે છે. આજકાલ સોશિયલ મીડિયા પર કેટલાક વિચિત્ર લોકોની આવડત છુપાયેલી નથી. હાલમાં જ વાયરલ થઈ રહેલો આ ફની વીડિયો જ લો, જેમાં એક વ્યક્તિને જ્યારે વાત કરવા માટે કોઈ ન મળ્યું તો તે ગધેડા સાથે વાત કરવા પહોંચી ગયો.

વીડિયોની શરૂઆતમાં તમે જોશો કે કેવી રીતે એક વ્યક્તિ ગધેડા પાસે ગયો અને તેની સાથે તેની ભાષામાંમાં વાત કરવા લાગ્યો, પહેલા તો ગધેડાએ વ્યક્તિની વાતનો કોઈ જવાબ ન આપ્યો, પરંતુ થોડીક સેકન્ડ પછી બંને વાત કરવા લાગ્યા હોય તેમ જોવા મળ્યું.  વીડિયો જોઈને લાગે છે કે વ્યક્તિને ગધેડાની કંપની ખૂબ જ પસંદ આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by VIDEO NATION (@videonation.teb)

વીડિયો જોઈને એવું લાગી રહ્યું છે કે ગધેડો વ્યક્તિની બધી વાત સમજી રહ્યો છે. કારણ ગમે તે હોય, વિડિયો ખૂબ જ ફની છે. આ વીડિયો ક્યાંનો છે અને કેટલો જૂનો છે, તેનો ખુલાસો હજુ થયો નથી. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે, જેને લોકો ખૂબ પસંદ અને શેર કરી રહ્યા છે. વીડિયો જોયા પછી તમે પણ તમારા હાસ્ય પર કાબુ નહીં રાખી શકો.