“મેં ઝુકેગા નહિ” લખીને હાથમાં પિસ્તોલ સાથે સોશિયલ મીડિયામાં ફોટો શેર કરી રહેલા યુવકને પોલીસે ભણાવ્યો એવો પાઠ કે… જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં બંને હાથમાં પિસ્તોલ લઈને તસ્વીર કરી પોસ્ટ, લખ્યું, “પુષ્પરાજ.. ઝુકેગા નહિ…” પોલીસે પકડીને કર્યું એવું કે… જુઓ

આજે લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે કંઈપણ કરતા હોય છે. ઘણા લોકો સ્ટન્ટ કરીને વાયરલ થવા જતા હોય છે, પરંતુ ઘણીવાર આવા સ્ટન્ટ તેમના માટે જીવલેણ પણ સાબિત થાય છે. તો ઘણા લોકો એવા હોય છે જે ફેમસ થવા માટે ઘણીવાર કાયદો પણ તોડતા હોય છે. ત્યારે આવા લોકોને પોલીસ પણ કયારેય બરાબરનો પાઠ ભણાવતી હોય છે.

ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર પિસ્તોલ બતાવીને ફોટો અને વીડિયો પોસ્ટ્સ આ દિવસોમાં ઝડપથી વધી રહી છે. પરંતુ જ્યારે કાયદાની નજર તેમના પર પડે છે, ત્યારે શાણપણ સામે આવે છે. આવું જ કંઈક એક વ્યક્તિ સાથે થયું. તાજેતરમાં, આ મામલાને લગતી એક પોસ્ટ IPS રાહુલ પ્રકાશ દ્વારા ટ્વિટર પર શેર કરવામાં આવી છે.

આરોપી વ્યક્તિએ ફેસબુક પર એક પોસ્ટ કરી હતી, જેમાં તે તેના બંને હાથમાં બંદૂક પકડેલો જોવા મળે છે. તેની આવી બે તસવીરો નજરે પડે છે. તેની સાથે પુષ્પા ફિલ્મનો ડાયલોગ પણ લખેલો છે. “પુષ્પરાજ, ઝુકેગા નહીં.” વીડિયોના અંતમાં આરોપીના બંને પગ પર પટ્ટી બાંધેલી જોવા મળે છે. એક અધિકારી તેને પોલીસ સ્ટેશન લઈ જતા જોવા મળે છે.

આ વીડિયો પોસ્ટ કરતી વખતે રાહુલ પ્રકાશે કેપ્શનમાં લખ્યું છે “કાનૂનના હાથ ફક્ત લાંબા નથી હોતા…” IPS ઓફિસરના આ ટ્વીટ પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, IPS રાહુલ પ્રકાશ હાલમાં CID (CB)માં ડેપ્યુટી ઈન્સ્પેક્ટર જનરલ તરીકે તૈનાત છે. એક યુઝરે કહ્યું, “કાયદાનો હાથ લાંબો હોવાથી બધા માટે ન્યાય હોવો જોઈએ.” અન્ય એક યુઝરે કહ્યું, “હું સમજી શકતો નથી કે આજની પેઢી ક્યાં જઈ રહી છે, જો આ લોકોને સોશિયલ મીડિયા પર ફોલો કરનારાઓ પર 2-4 લાકડીઓ વરસાવવામાં આવે તો શાણપણ ઠેકાણે આવશે.”

Niraj Patel