ખબર

અમદાવાદ: ચાલતી ટ્રેનમાં ચડવા જતા અચાનક પગ લપસતાં ફસાયો મુસાફર, અને ભગવાન બનીને આવ્યો RPF જવાન- જુઓ વિડિઓ

ઘણીવાર એવું બને છે કે રેલવે સ્ટેશન પર મુસાફરો ચાલતી ટ્રેને ચડવા કે ઉતરવા જાય છે અને દુર્ઘટનાનો શિકાર બની જાય છે. છેલ્લા 3 દિવસમાં આવી જ દુર્ઘટના અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર બે વાર ઘટતા-ઘટતા બચી ગઈ છે. જેમાં RPFના જવાને આ દુર્ઘટના થતા રોકી છે.

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર એકે યુવક ચાલુ ટ્રેનમાં ચડી રહ્યો હતો, ત્યારે અચાનક જ તેનો પગ લપસ્યો અને તે પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે લટકી ગયો હતો. એ જ સમયે પ્લેટફોર્મ પર હાજર RPF જવાને તેને પકડીને ટ્રેનના ડબ્બામાં ધકેલી દીધો. આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. લોકો RPF જવાનના ખૂબ જ વખાણ કરી રહ્યા છે.

રેલવે મંત્રાલયે આ વિડીયો ટ્વીટર પર શેર કર્યો છે અને લખ્યું છે કે ‘તમે કેટલા પણ ફિટ અને સ્માર્ટ કેમ ન હોવ, પણ ચાલતી ટ્રેને ચડવાની કે ઉતરવાની કોશિશ ન કરો.’


આ સિવાય એક બીજી પણ ઘટના ઘટી હતી, જેમાં ચાલુ ટ્રેને ચઢવા જતા વધુ બે મુસાફરો ટ્રેનની નીચે કચડાઈ જતા બચી ગયા હતા. આ સમયે બે મુસાફરો ચાલતી ટ્રેને ચઢવાની કોશિશ કરી રહયા હતા, જેમાં એક વ્યક્તિ ચઢવામાં સફળ રહ્યો જયારે એક બીજો વ્યક્તિ ચાલતી ટ્રેને ચઢવા જતા પગ લપસ્યો અને પ્લેટફોર્મ અને ટ્રેનની વચ્ચે પગ ફસાઈ ગયો હતો. તેને તરત જ ત્યાં હાજર RPF કોન્સ્ટેબલ અને અન્ય લોકોએ ખેંચીને બહાર કાઢ્યો હતો. તેમ છતાં આ વ્યક્તિને પગમાં સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

નોંધનીય છે કે આવી દુર્ઘટનાઓ ઘટના વાર નથી લગતી, ત્યારે અહીં હાજર RPFના જવાન મુસાફરોનો જીવ બચાવીને આવી ઘટનાઓ ઘટતા રોકે છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.