મેટ્રોમાં શોર્ટ ડ્રેસ અને પછી નાહવાના વીડિયો બાદ આ વીડિયોએ મચાવી ધમાલ, ચાલુ ટ્રેનમાં જ ગાદલું નાખીને સુઈ ગયો આ ભાઈ… જુઓ વીડિયો

લો બોલો… મેટ્રોમાં હવા ભરવાનું ગાદલું લઈને આવીને પેસેન્જરની વચ્ચે જ સુઈ ગયો આ માણસ, વીડિયો થયો વાયરલ, જુઓ

હાલ સોશિયલ મીડિયામાં દિલ્હી મેટ્રોના ઘણા બધા વીડિયો વાયરલ થઇ રહ્યા છે. જેમાં લોકો મેટ્રો ટ્રેનની અંદર એવી એવી હરકતો કરે છે કે જેને જોઈને કોઈનું પણ દિમાગ ચકરાવે ચઢી જાય. થોડા દિવસ પહેલા જ એકદમ ટૂંકા કપડાં પહેરીને એક છોકરીનો વીડિયો ખુબ જ વાયરલ થયો હતો. આવા વીડિયો બનાવીને લોકો સોશિયલ મીડિયામાં લાઈક અને વ્યૂઝ વધારવા માંગતા હોય છે.

કેટલાક વીડિયોમાં લોકો ચાલતી મેટ્રોની અંદર મુસાફરોની વચ્ચે નહાતા પણ જોવા મળ્યા હતા. જે બાદ હવે એક વ્યક્તિનો વીડિયો બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે, જેમાં તે વ્યક્તિ ચાલુ ટ્રેનમાં જ બેડ મૂકીને આરામથી સૂતો જોવા મળી રહ્યો છે. જો કે આ વીડિયો જૂનો છે, પરંતુ ફરી એકવાર તે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થઈ રહેલો આ વીડિયો અમેરિકાના ન્યૂયોર્કનો જણાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ન્યૂયોર્ક સિટીમાં સબવેના ડબ્બાની અંદર એક કામચલાઉ બેડ પર એક માણસ આરામથી સૂતો જોવા મળે છે. વીડિયોમાં દેખાતો વ્યક્તિ કન્ટેન્ટ ક્રિએટર પ્રિન્સજી હોવાનું કહેવાય છે, જેણે આ વીડિયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ યુટ્યુબ હેન્ડલ પર શેર કર્યો છે.

4 મિનિટ 32 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો વ્યૂઝ મળી ચૂક્યા છે, વીડિયો જોનારા યુઝર્સ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે તે બેગમાં હવા ભરી શકાય એવો બેડ લઈને આવે છે અને ટ્રેનમાં બેસીને જ તેમાં હવા ભરે છે અને પછી ચાદર તકિયો લઈને તે સુઈ જાય છે.

Niraj Patel