ખબર

પોલિસ સ્ટેશનમાં અચાનક પોલસવાળાને મારી થપ્પડ, પછી જુઓ શું થયુ ?

એક વ્યક્તિએ પોલિસ સ્ટેશનમાં જ પોલિસવાળાને મારી થપ્પડ, લાત ઘૂંસોનો કર્યો વરસાદ, જુઓ વીડિયો

હાલ સોશિયલ મીડિયા પર મહિલા પોલિસ સ્ટેશનમાં પોલિસકર્મીઓ સાથે હાથાપાઇ અને મારપીટનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. આરોપી યુવકની પોલિસે ધરપકડ કરી લીધી છે. પત્ની સાથે ઝઘડો થતાં તેને મહિલા પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો હતો. વાતચીત દરમિયાન ગુસ્સે ભરાયેલા યુવકે ઝપાઝપી અને મારપીટ કરી હતી. યુવક વિષ્ણુ દીક્ષિતનો તેની પત્ની સાથે વિવાદ ચાલી રહ્યો હતો.

જેની ફરિયાદ વિષ્ણુના સસરાએ મહિલા પોલીસ સ્ટેશનમાં કરી હતી. આ કેસમાં વિષ્ણુને મહિલા સ્ટેશનમાં બોલાવવામાં આવ્યો હતો.વાતચીત દરમિયાન વિષ્ણુ દીક્ષિતે તેનો પિત્તો ગુમાવ્યો અને કોન્સ્ટેબલ પર હુમલો કર્યો. તેણે મહિલા પોલીસ સ્ટેશનને અખાડામાં ફેરવી દીધું. પોલીસ તેને માંડ કાબૂમાં રાખી શકી. પોલીસે હવે આરોપી યુવક વિષ્ણુને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.

આ ઘટના ઉત્તરપ્રદેશના મૈનપુરીમાં બની હતી. આ સમગ્ર મામલામાં મૈનપુરીના અધિક પોલીસ અધિક્ષકનું કહેવું છે કે યુવકે પોલીસ સ્ટેશનની અંદર પોલીસકર્મી સાથે ઝપાઝપી કરી હતી. યુવકને ઘરેલુ હિંસાના કેસમાં કાઉન્સેલિંગ માટે બોલાવવામાં આવ્યો હતો. આ ઘટના સાથે જોડાયેલ વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં યુવક અને પોલીસકર્મી વચ્ચે ઝપાઝપી થઈ રહી છે.

વીડિયોમાં એક મહિલા પણ જોવા મળી રહી છે અને યુવક પોલીસકર્મી સાથે દલીલ કરી રહ્યો છે. જેવી મહિલા યુવક પાસે જાય છે, તે જ સમયે પોલીસ પણ યુવકને સ્પર્શ કરે છે અને તે જ ક્ષણે યુવક પોતાનો ગુસ્સો ગુમાવી બેસે છે અને પોલીસકર્મીને થપ્પડ મારી દે છે. જોતજોતામાં જ યુવકે પોલીસકર્મી પર થપ્પડનો વરસાદ વરસાવી દીધો હતો અને યુવક પોલીસકર્મી પર ભારે પડતો જોવા મળે છે. આ પછી યુવક નીચે પડી જાય છે પરંતુ તે પોલીસકર્મીને સતત મારતો રહે છે.

થોડીવાર પછી ત્યાં ઉભેલી લેડી કોન્સ્ટેબલ પોલીસકર્મીને બચાવવા આવે છે, પરંતુ તેમ છતાં યુવક પોલીસકર્મીને પછાડી દે છે.આ પછી અન્ય એક પોલીસકર્મી ત્યાં આવે છે અને યુવકને રોકવાનો પ્રયાસ કરે છે. પરંતુ યુવક પોલીસકર્મીને બીજી થપ્પડ મારીને ભાગવાનો પ્રયાસ કરે છે.આ વીડિયો 4 જુલાઇના રોજનો જણાવવામાં આવી રહ્યો છે.