આ ગુજરાતી દાદાએ તો લોકોના દિલ જીતી લીધા, કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે કર્યું એવું ઉમદા કામ કે લોકો પણ કરે છે સલામ, જુઓ વીડિયો

આ વર્ષે ઉનાળાની શરૂઆત આકરી રહેવાની છે. જે રીતે માર્ચ મહિનામાં જ આકરી ગરમીનો સામનો કરવો પડ્યો હતો તે જ રીતે એપ્રિલની શરૂઆત પણ એટલી જ ભયાનક છે. સ્થિતિ એવી છે કે આ વર્ષે ઉનાળાના શરૂઆતના દિવસોમાં તાપમાનનો પારો ચરમસીમાએ પહોંચી ગયો છે. ત્યારે આવી પરિસ્થિતમાં માણસો માટે પણ બહાર રહેવું ખુબ જ મુશ્કેલી ભર્યું છે. ધોમ ધખતા તડકાની અંદર આપણે 10 મિનિટ પણ ઉભા રહીએ તો પણ શેકાઈ જઈએ છીએ. ત્યારે પશુ પક્ષીઓની હાલત કેવી થતી હશે તેની કલ્પના કરી શકો છો.

ખાસ કરીને આકાશમાં ઉડતા પક્ષીઓ પાસે જળાશયો સુકાઈ ગયા બાદ આ ગરમી સહન કરવા સિવાય કોઈ વિકલ્પ રહેતો નથી. ઘણા લોકો પોતાના ઘરની બહાર પાણીના કુંડા મુકતા હોય છે, જેના કારણે પક્ષીઓ પોતાની તરસ છિપાવે છે, પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક દાદાનું કામ લોકોના દિલ જીતી રહ્યું છે.

વાયરલ વીડિયોન અંદર એક દાદા એક જગ્યાએ બેઠા છે અને તેમના હાથની અંદર એક પાણીની પાઇપ છે. સામે ઘણા બધા કબુતરો જોવા મળી રહ્યા છે, દાદા પાઇપથી પાણી એ કબુતરો ઉપર છાંટી રહ્યા છે અને કબુતરોને પણ જાણે ઠંડક મળતી હોય તેમ દેખાઈ રહ્યું છે. કબુતરો પણ આવી કાળઝાળ ગરમીમાં રાહતનો શ્વાસ લેતા જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે, સાથે જ દાદાના વખાણ પણ કરતા જોવા મળી રહ્યા છે, ઘણા લોકો કોમેન્ટ કરીને કહી રહ્યા છે કે આ દાદાએ ખુબ જ સુંદર કાર્ય કર્યું છે. ઘણા લોકો કોમેન્ટ કરીને આ કામને ખુબ જ સુંદર પણ કહી રહ્યા છે. આ વીડિયો પક્ષીઓને જ નહિ પરંતુ લોકોના દિલને પણ ઠંડક આપી રહ્યો છે. આ વીડિયો ગુજરાતના કેશોદનો હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

જો જોવામાં આવે તો ઉનાળાની ઋતુમાં અવારનવાર પાણીની અછત સર્જાતી હોય છે. આવી સ્થિતિમાં, પક્ષીઓને મદદ કરવા માટે, તમે પણ એક વાસણમાં પાણી ભરી શકો છો અને તેને ખુલ્લામાં રાખી શકો છો અથવા તેને મોટા ટબમાં પણ રાખી શકો છો. આ રીતે પાણીની પણ બચત કરી શકાય છે, સાથે જ પશુ-પક્ષીઓને પણ મદદ મળી શકે છે.

Niraj Patel