આ કાકાનો વીડિયો લોકોએ વારંવાર જોવા છતાં પણ હજુ લોકો માથું ખંજવાળી રહ્યા છે, આવું કઈ રીતે બને ?

સોશિયલ મીડિયામાં આમ તો ઘણા વીડિયો વાયરલ થતા હોય છે, તે જોઈને  ઘણીવાર આપણે પણ વિચારમાં પડી જઈએ. તો હાલ સોશિયલ મીડિયા જાદુ બતાવનારા લોકો માટે પણ એક પ્લેટફોર્મ બની ગયું છે.

તમે ઘણા એવા વીડિયો જોયા હશે જેમાં કોઈ અવનવા જાદુ હશે, તે પત્તાનો હોય કે પછી બોટલનો જાદુ. પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક કાકા બોલ સાથે જાદુ બતાવી રહ્યા છે.

વાયરલ થઇ રહેલા આ વીડિયોને ટ્વીટર યુઝર્સ અંકિત વોરાએ શેર કર્યો છે. સાથે જ તેને  કેપશનમાં લખ્યું છે કે “ચાલો આમને પ્રખ્યાત કરીએ. શાનદાર ટેલેન્ટ” આ વીડિયો પોસ્ટ કરવાની સાથે તેને #Incredibleindian પણ ટેગ કર્યું છે.

વાયરલ થઇ રહેલા આ  વીડિયોની અંદર જોઈ શકાય છે કે કાકા  એક નાના બોલ સાથે ગજબનો જાદુ કરે છે. ત્યારબાદ સિક્કા સાથે ચોંકાવનારી સ્ટ્રીક પણ કરે છે. તેમનો આ શાનદાર જાદુ જોઈને જોનાર પણ દંગ રહી જાય છે.

સોશિયલ મીડિયામાં પણ આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. અત્યાર સુધી આ વીડિયોને લાખો લોકોએ નિહાળ્યો છે. તમે પણ જુઓ

Niraj Patel