વીડિયો: આવો હેવી કાર ડ્રાઈવર તમે પણ ક્યારેય નહિ જોયો હોય, વીડિયો જોઈને બિઝનેસમેન હર્ષ ગોયંકા પણ બની ગયા તેના ફેન

સોશિયલ મીડિયા પર રોજ અલગ અલગ ઘટનાઓના વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયો એવા પણ હોય છે જેને જોઈને કોઈપણ હેરાન રહી જાય છે, તો ઘણા વીડિયો એવા પણ હોય છે જેને વારંવાર જોવાનું મન થયા કરે અને ઘણા વીડિયો તો સેલેબ્રિટીઓને પણ પસંદ આવી જતા હોય છે અને તે તેમના સોશિયલ મીડિયામાં પણ શેર કરતા હોય છે.

RPG એન્ટરપ્રાઈઝના ચેરમેન હર્ષ ગોયંકા સોશિયલ મીડિયાની દુનિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. તે દરરોજ કંઈક અદ્ભુત પોસ્ટ કરે છે. ક્યારેક તેઓ તેમની પોસ્ટથી લોકોને હસાવી દે છે, તો ક્યારેક તેઓ લોકોને આશ્ચર્યચકિત કરી દેવી પોસ્ટ કરતા હોય છે, તો ક્યારેક લોકો જીવનની ફિલોસોફી સમજાવે છે ! આ વખતે હર્ષ ગોયંકાએ એક એવા ‘હેવી ડ્રાઈવર’નો વીડિયો શેર કર્યો છે જેણે અશક્ય ચેલેન્જ પૂરી કરીને બધાને ચોંકાવી દીધા છે.

હર્ષ ગોયંકાએ 29 માર્ચે આ ક્લિપ શેર કરી હતી અને લખ્યું હતું “જીવનના દરેક માર્ગમાં એક પુલ હોય છે… સફર સફળતાપૂર્વક પાર કરવાની છે. જો તમારી પાસે યોગ્ય ટાયર હોય, તો તમારે ડરવા જેવું કઈ નથી.” આ વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે એક નહેર પર સમાન અંતરે બે લાકડા મૂકવામાં આવ્યા છે, જ્યાંથી વ્યક્તિ એક મોટી કારને કાઢે છે.

આ લાકડાનો ઉપયોગ તે પુલની જેમ કરે છે. પરંતુ તે ધીમે ધીમે તેના પર કાર ચલાવે છે. જોનારની પણ દિલની ધડકન વધવા લાગે છે, કારણ કે ડ્રાઈવરની સહેજ પણ ભૂલ થઇ જતી તો તેનો જીવ પણ મુશ્કેલીમાં મુકાઈ શકતો હતો. જો કે, તે કારને બીજી તરફ ખૂબ જ સરળતાથી લઈ જાય છે. યુઝર્સ આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. ઉપરાંત, યુઝર્સ આ અંગે સતત તેમના પ્રતિભાવો આપી રહ્યા છે.

Niraj Patel