સાયલકલ ઉપર 20-25 કિલોમીટર ફરીને વેચી રહ્યો છે પાંદડા પર રબડી જેવો આઈસ્ક્રીમ, જોઈને તમારા મોઢામાં પાણી આવી જશે

સોશિયલ મીડિયામાં ખાણી પીણીને લઈને ઘણા વીડિયો રોજ બરોજ વારયલ થતા હોય છે, જેમાં ખાવાની અને પીવાની એવી ઘણી અવનવી વાનગીઓ જોવા મળે છે જેને આપણે આજ સુધી ટેસ્ટ પણ ના કરી હોય. આવા વાયરલ વીડિયોના કારણે ઘણીવાર આપણે કોઈ જગ્યા ઉપર જઈએ ત્યારે આપણને એ જગ્યા યાદ આવે છે અને આપણે તેનો ટેસ્ટ પણ માણતા હોઈએ છીએ.

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક વ્યક્તિ 20-25 કિલોમીટરની રોજ સફર ખેડી અને રબડી જેવી સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ વેચી રહ્યો છે. ફૂડ બ્લોગર ગૌરવ વાસને તેનો વીડિયો બનાવી અને તેના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે, જે ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે.

વાયરલ વીડિયોની અંદર એક વ્યક્તિ સાઇકલ ઉપર ફરી ફરી અને આઈસ્ક્રીમ વેચતો નજર આવે છે. આ વીડિયો અમૃતસર રેલવે સ્ટેશનની પાસે બનાવવામાં આવ્યો છે. અને આ ખાસ આઈસ્ક્રીમ દૂધ અને ખાંડથી રબડીની જેમ તૈયાર કરવામાં આવે છે. આ આઈસ્ક્રીમને પાના ઉપર આપવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Gaurav Wasan (@youtubeswadofficial)

આ સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ 10,20,40 થી લઈને 400 રૂપિયા સુધીના ભાવમાં વેચવામાં આવે છે. ગ્રાહકના ઓર્ડર પ્રમાણે આ વ્યક્તિ આઇસ્કીમ વજન કરીને વેચે છે. આ વ્યક્તિએ સાઇકલ ઉપર દેશી જુગાડ કરીને એક ફ્રિજર પણ બનાવ્યું છે જેનાથી આઈસ્ક્રીમ ઓગળી ના શકે. સાઇકલ ઉપર આઈસ્ક્રીમ વેચી રહેલા આ વ્યક્તિનું નામ દામોદર છે.

Niraj Patel