બજારમાં ન મળી જગ્યા, વ્યક્તિએ સાઇકલ પર વેંચવાના શરૂ કર્યું આ ખાવાનું, ક્રિએટીવિટીએ જીત્યું દિલ

જેમણે જીવનમાં અવનવા જુગાડ સાથે દોસ્તી કરી લીધી તેઓ ક્યારેય પણ નિરાશ નથી થતા અને તેમના માટે દરેક જગ્યાએ સફળતાના રસ્તાઓ ખુલી જાય છે.આવા લોકો કોઇપણ સંજોગે પોતાની મંઝીલને મેળવીને જ જંપે છે. ઇન્ટરનેટ દ્વારા પણ આપણને લોકોના કઠોર પરિશ્રમની ઘણી કહાનીઓ સાંભળવા મળી જાય છે.આવી પ્રેરણાદાયક કહાનીઓ લોકોને પણ આગળ આવવાનો મોકો આપે છે. એવી જ એક વ્યક્તિના પરિશ્રમની કહાની લોકોના દિલને સ્પર્શ કરી ગઈ છે.

ફૂડ બ્લોગર @foodyvishal એ આ વ્યક્તિના પરિશ્રમની કહાની પોતાના યૂટ્યૂબ ચેનલ પર પણ શેર કરી છે. જેના આધારે ફરિદાબાદમાં રહેનારા એક વ્યક્તિને સ્થાનીય બજારમાં જગ્યા ન મળી તો તેણે સાઇકલ પર મોમોસ વેંચવાનું શરૂ કરી દીધું હતું. પશ્ચિમ બંગાળના ફરિદાબાદના આ વ્યક્તિએ લોકલ બજારમાં જગ્યા મેળવવા માટે ખુબ સંઘર્ષ કર્યો હતો, જો કે જગ્યા ન મળવા પર તેમણે એવો જુગાડ લગાવ્યો કે તે ચારે તરફ ચર્ચાનો વિષય બની ગયો હતો. વ્યક્તિએ પ્લાસ્ટીકની બાલ્ટીમાં મોમોસ રાખ્યા અને સાઇકલ પર વેંચવા માટે નીકળી પડ્યો. વ્યક્તિએ ચાલતી ફરતી સાઈકલને જ પોતાનો સ્ટોલ બનાવી લીધો હતો.

મોટાભાગે સાઇકલ પર ભેળ, પાણી પુરી જેવા ખાદ્ય પદાર્થો જ વેંચાતા જોવા મળે છે, પણ સાઇકલ પર મોમોસનું વેંચાણ પહેલી વાર સાંભળવામાં આવ્યું હશે. એવામાં સ્ટીમરના ઉકળતા ગરમ મોમોસનું આવી રીતે વેંચાણ કરવું લોકોને ખુબ આકર્ષિત લાગી રહ્યું છે એને લોકો તેના આ કામની ખુબ પ્રશંસા કરી રહ્યા છે.

આ વ્યક્તિ સાઈકલના હેન્ડલ પર જરૂરી બધી જ વસ્તુઓ રાખે છે. સાઇકલના એક તરફના હેન્ડલ પર મસાલેદાર લાલ મોમો ચટણી અને માયોનીઝ હોય છે જયારે બીજી તરફ મોમોસ પીરસવા માટે પ્લેટથી ભરેલું બેગ લાદેલુ હોય છે.ખાસ વાત એ પણ છે કે તેમણે પોતાની સાઇકલમાં ખાસ થેલી પણ રાખી છે જેથી વપરાયેલી પ્લેટો તેમાં રાખી શકાય, જેથી લોકો પ્લેટને જ્યા ત્યાં ન ફેંકે. સાઈકલના પાછળના ભાગે સ્ટવ પણ રાખેલો છે જ્યા મોમોસના સ્ટીમરને રાખેલું હોય છે. વ્યક્તિએ કહ્યું કે તે દિવસે નોકરી કરે છે અને સાંજ થતા જ મોમોસ વેંચવાનું શરૂ કરે છે. યૂટ્યૂબ પર તેના આ વીડિયોને 270 વ્યૂઝ અને 17,000 લાઇક્સ મળી ચુકી છે.

Krishna Patel