જો થોડી પણ મિનિટની રાહ જોઇ હોત તો ચાલ્યો જતો વાંદરાનો જીવ, ચોક્કસથી કયારેય નહિ જોયો હોય આવો વીડિયો

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજબરોજ અનેક વીડિયો વાયરલ થતા રહે છે. તેમાંથી ઘણા વીડિયો હાસ્યાસ્પદ હોય છે તો ઘણા ચોંકાવનારા હોય છે. સોશિયલ મીડિયા પર પ્રાણીઓના ઘણા વીડિયો વાયરલ થતા રહેતા હોય છે. કેટલાક વિડીયો જે આપણને ઓનલાઈન જોવા મળે છે તે આપણને આનંદની અનુભૂતિ કરાવે છે.હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તે વાંદરા અને એક વ્યક્તિનો છે. એક વ્યક્તિએ વાંદરાનો જીવ બચાવવા માટે એવું કર્યુ કે, હવે લોકો તેની પ્રશંસા કરી રહ્યા છે.

વાંદરાનાનો આ રેસ્ક્યુ વીડિયોને જોઈને તમે ખૂબ જ ભાવુક થઈ જશો. આવું ભાગ્યે જ જોવા મળે છે જ્યારે મનુષ્ય પ્રાણીઓનો જીવ બચાવવા આગળ આવે છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તમિલનાડુના એક વ્યક્તિએ કૂતરાઓના હુમલા બાદ ઘાયલ વાંદરાને જીવતો કર્યો હતો. ભારતીય ક્રિકેટર આર અશ્વિને પણ આ વ્યક્તિના પ્રયાસ અને તેના હાવભાવનો વીડિયો શેર કર્યો છે. તેણે પોસ્ટને કેપ્શન આપ્યું, ‘આશાનું કિરણ…’

વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે જ્યારે આ વ્યક્તિએ જોયુ કે વાંદરો તેના શ્વાસ ગુમાવી રહ્યો છે ત્યારે તે પહેલા વાંદરાની છાતીને પમ્પ કરતો રહ્યો પરંતુ તેનાથી બહુ ફરક પડ્યો નહિ અને પછી તે વ્યક્તિએ તેના મોઢાથી શ્વાસ વાંદરાના મોઢામાં ટ્રાન્સફર કર્યા અને વાંદરાને જીવિત કરવાનો પ્રયાસ કર્યો. જલદી જ વાંદરો હોશમાં આવ્યો, અને માણસનો ચહેરો સ્મિતથી ચમકી ઉઠ્યો.

વિડિયો મૂળ ભારતીય વન સેવા અધિકારી સુધા રમણે શેર કર્યો છે. સુધા રમણે તે માણસને શ્રી પ્રભુ તરીકે ઓળખાવ્યો અને લખ્યું કે આઠ મહિનાના વાંદરા પર કૂતરાઓના જૂથે હુમલો કર્યો હતો, તેને પુનર્જીવિત કરવા માટે પ્રાથમિક સારવારની તકનીકોનો ઉપયોગ કરીને આ વ્યક્તિએ તેનો જીવ બચાવ્યો. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે તેની ઝડપી કાર્યવાહીથી આ નાના સાથીનો જીવ બચી ગયો.

Shah Jina