ખબર વાયરલ

રોડ પાર કરવા માટે અચાનક દોડવા લાગી આ માસુમ બાળકી, ત્યારે જ ભગવાન બનીને આવ્યો આ વ્યક્તિ અને ફિલ્મી અંદાજમાં બચાવ્યો જીવ, વીડિયો વાયરલ

સોશિયલ મીડિયામાં માનવતાને શર્માસાર કરનારી ઘણી બધી ઘટનાઓના વીડિયો તમે જોયા હશે, તમારી આસપાસ પણ ઘણા એવા કિસ્સાઓ સામે આવતા હોય છે જેને જોઈને તમારા પણ મનમાં થાય કે હવે માનવતા જેવું કઈ બચ્યું જ નથી. પરંતુ ઘણા લોકો એવા પણ હોય છે જેમના દિલમાં આજે પણ માનવતા જીવંત છે, અને કોઈના માટે તે પોતાનો જીવ પણ કુરબાન કરી દેવાની ભાવના રાખતા હોય છે.

આજના સમયમાં કોઈ વ્યક્તિને બીજાની ચિંતા નથી. લોકો ફક્ત તેમના કામથી કામ રાખે છે. ઘણી વખત એવું જોવા મળે છે કે કોઈનો અકસ્માત થાય તો પણ લોકો રસ્તા પર ઉભા રહીને તમાશો જુએ છે અને લોકો તેને હોસ્પિટલમાં દાખલ કરવા કે કોઈ જગ્યાએથી સારવાર કરાવવા માટે પણ આગળ નથી આવતા.

જો કે હવે આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જે માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ આપે છે. વીડિયોમાં જોવા મળે છે કે ટ્રાફિકથી ધમધમતા એક રસ્તા ઉપર એક છોકરો આવે છે અને ત્યાં પહેલાથી જ એક છોકરી ઉભી હોય છે. રોડ ઉપર ફટાફટ વાહનો પ્રસાર થઇ રહ્યા છે. સામેની તરફ એક નાની બાળકી પણ ઉભેલી જોવા મળે છે.

આ દરમિયાન એક કાર નીકળી કે તરત જ સામે ઉભેલી તે નાની છોકરી દોડતી દેખાય છે, પરંતુ ત્યાં ઉભેલા છોકરા-છોકરીને સામેથી આવતી કાર આવતી દેખાઈ જાય છે. જે પછી છોકરી તે છોકરા તરફ ઈશારો કરે છે અને તે છોકરો ખૂબ જ ઝડપથી દોડે છે અને છોકરીને તેના ખોળામાં ઉઠાવીને બચાવે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને પણ ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ સાથે જ વીડિયો પર ઘણી સારી કોમેન્ટ્સ પણ આવી રહી છે.

કેટલાક યુઝર્સ આ છોકરાને સુપરહીરો કહી રહ્યા છે. કેટલાક તો ભગવાનનો આભાર માને છે. આ સાથે જ કમેન્ટમાં તે છોકરાના પણ ખૂબ વખાણ થઈ રહ્યા છે. આજના સમયમાં કોઈ પણ વ્યક્તિને બચાવવા માટે લોકો આટલું જોખમ લે તે બહુ જ ઓછું છે. આ છોકરાએ પોતાના જીવ પર રમીને એ નાની છોકરીનો જીવ બચાવ્યો છે. જો કે આ વીડિયો ક્યાંનો છે તેની કોઈ પુષ્ટિ નથી થઇ અને ગુજ્જુરોક્સ આ વીડિયોની સત્યતાની પુષ્ટિ નથી કરતું.