મોતના મુખમાં જઇને આ વ્યક્તિએ કર્યુ એવું કામ કે વીડિયો જોઇ જ તમારી આંખમાંથી પણ નીકળી જશે આંસુ

આ વ્યક્તિએ લગાવી દીધી જીવની બાજી, વાયરલ વીડિયો જોઇ લોકો કરી રહ્યા છે સલામ

સોશિયલ મીડિયા પર ઘણીવાર એવા એવા વીડિયો વાયરલ થાય છે જે લોકોના મનની અંદરની ભાવનાઓને બહાર લાવી દે છે. કહેવાય છે કે દુનિયામાં બધા જીવની કિંમત છે અને માણસ પોતાની આંખો સામે કોઇને પણ ખોતો નથી જઇ શકતો, પછી એના માટે પોતાનો જીવ દાવ પર કેમ ન લગાવવાનો હોય. જ્યારે કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે આસપાસના લોકો તેનો જીવ બચાવવા માટે ચોક્કસથી આગળ આવે છે,

પરંતુ શું તમે ક્યારેય કોઈ પ્રાણીની મદદ માટે માણસોને પોતાના જીવ દાવ પર લગાવતા જોયા છે ? ઇન્ટરનેટ પર થોડા ઘણા વીડિયો જોવા મળશે, જેમાં લોકો પ્રાણીનો જીવ બચાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી દે છે. ત્યારે હાલમાં આવો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં એક વ્યક્તિ કેનાલમાં ફસાયેલા કૂતરાને બચાવતો જોઈ શકાય છે. કેટલાક લોકો હિંમતથી પોતાના કમ્ફર્ટ ઝોનમાંથી બહાર જઈને કોઈ પ્રાણીની મદદ કરવાનો પ્રયાસ કરે છે,

કંઈક આવું જ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં જોવા મળ્યું, જ્યારે એક માણસ ડેમમાં ફસાયેલા કૂતરાનો જીવ બચાવતો જોવા મળ્યો હતો. આ વીડિયો ટ્વિટર પર ઝીંદગી ગુલઝાર હે નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં એક વ્યક્તિ કૂતરાને બચાવવા માટે દોરડું પકડીને નીચે ઉતરે છે અને વીડિયોની શરૂઆતમાં જોવા મળી રહ્યુ છે કે, કૂતરો વહેતા પાણીને કારણે અટવાયેલો છે. એક માણસ ઢોળાવ નીચે જઈને ફસાયેલા કૂતરા સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે.

ઘણી જહેમત બાદ આખરે તે માણસ કૂતરાને સુરક્ષિત બહાર કાઢવામાં સફળ થાય છે. આ વીડિયોને શેર કરતા યુઝરે કેપ્શનમાં લખ્યું કે, ‘તમારી ડિગ્રી માત્ર કાગળનો ટુકડો છે. તમારું વાસ્તવિક શિક્ષણ તમારા વર્તન પરથી જોવા મળે છે. આ વીડિયો 15 ડિસેમ્બરના રોજ શેર કરવામાં આવ્યો હતો અને ત્યારથી તેને એક લાખ 42 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. વીડિયો પર સાત હજારથી વધુ તો લાઈક્સ આવી છે. ઘણા લોકો આ વ્યક્તિની બહાદુરી અને તેના પ્રયત્નો માટે પ્રશંસા કરી રહ્યા છે.

Shah Jina