માછલી પકડવા માટે પાણી પર દોડી રહેલા આ વ્યક્તિએ કરી દીધા સોશિયલ મીડિયા યુઝર્સને હેરાન, શું છે તેની પાછળની હકીકત ? જુઓ વીડિયો

આ વીડિયો જોઈને તમે પણ ચોક્કસ છેતરાઈ જશો… પહેલી નજરમાં એવું લાગશે કે આ ભાઈ પાણી પર દોડે છે, પરંતુ હકીકત સામે આવતા જ હેરાન રહી જશો… જુઓ વીડિયો

Man Running On Water : ઇન્ટરનેટ પર વાયરલ થતા ઘણા વીડિયોન અંદર કેટલીક ઘટનાઓ આખી દુનિયાને હેરાન કરી દેતી (Shocking incident) હોય છે. ઘણીવાર તો કેમેરામાં એવા એવા નજારા કેદ થઇ જતા હોય છે જેની આપણે પણ કલ્પના ના કરી હોય. ત્યારે ઘણા લોકોના કરતબ પણ દિલ જીતી લેતા હોય છે. હાલ એવો જ એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ પાણી પર દોડતો જોવા મળી રહ્યો છે.

વીડિયોની શરૂઆતમાં તમે જોશો કે એક માણસ પાણીની વચ્ચે માછલી પકડવા (catching fish) ની જાળ લઈને બેઠો છે અને સડસડાટ આગળ વધી રહ્યો છે. પાણી પર તેની સ્પીડ જોઈને સૌ કોઈ હેરાન રહી ગયા. આગળ વિડિયોમાં તમે જોશો કે વ્યક્તિ ઉભો થાય છે અને જાળ વડે માછલી પકડવા માટે ઝડપથી દોડવા લાગે છે.

આ વીડિયો જોઈને ચોક્કસ તમે પણ એક મિનિટ માટે છેતરાઈ જશો કે આખરે, વ્યક્તિ પાણી પર કેવી રીતે દોડી રહ્યો છે, પરંતુ તેની પાછળની કહાની કંઈક બીજી જ છે. વાસ્તવમાં, વ્યક્તિ પાણી પર નહીં પણ જમીન પર જ દોડે છે. વીડિયોને ધ્યાનથી જોયા પછી તમે સમજી શકશો કે વ્યક્તિ વહેતા પાણીની વિરુદ્ધ દિશામાં ઉભો છે, જેને જોઈને એવું લાગે છે કે વ્યક્તિ પાણી પર દોડી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Balıkçı Amca (@balikvideolari)

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર balikvideolari નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે, જેને ઘણો જોવામાં આવી રહ્યો છે.થોડા દિવસ પહેલા શેર કરવામાં આવેલ આ વીડિયોને 3.5 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. વીડિયો જોનારા યુઝર્સ તેના પર અલગ-અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Niraj Patel