102 વર્ષની ઉંમરના દાદા રનિંગ ટ્રેક ઉપર રેસમાં એવી રીતે દોડ્યા કે લોકોએ તાળીઓ વગાડીને કર્યું સન્માન, વીડિયો જોઈને તમને પણ પ્રેરણા મળશે !

ઘણા લોકોને આપણે જોયા હશે જે ઉંમરનો એક પડાવ વીત્યા પછી પણ જુવાનિયાઓને હંફાવે તેવા કામ કરતા હોય છે. જેના ઘણા વીડિયો પણ સામે આવતા રહે છે. ત્યારે હાલ એક 102 વર્ષના દાદાનો વીડિયો સામે આવ્યો છે, આ ઉંમરે પણ તેમનું સાહસ અને જુસ્સો જોઈને સલામ કરવાનું મન થઇ જાય.

આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વૃદ્ધ વ્યક્તિએ ન માત્ર રેસમાં ભાગ લીધો પરંતુ રેસ પણ પૂરી કરી. આ વૃદ્ધને જોઈને મેદાનમાં હાજર તમામ લોકો તેની હિંમતના વખાણ કરવા લાગ્યા અને પોતાને તાળીઓ પાડવાથી રોકી શક્યા નહીં. મેદાનમાં બેઠેલા લોકોએ પણ દાદાના ઉત્સાહમાં વધારો કર્યો હતો.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. 41 સેકન્ડના આ વીડિયોમાં દરેક વ્યક્તિ આ વૃદ્ધથી આગળ જતા જોઈ શકાય છે. પરંતુ મોટાભાગના લોકોનું ધ્યાન રેસમાં જીતેલા પાર્ટિસિપન્ટ્સ પર નહીં પરંતુ આ વૃદ્ધ વ્યક્તિ પર હતું. રેસમાં ભલે આ વડીલ છેલ્લા સ્થાને આવ્યા પરંતુ આ વડીલે પોતાના જુસ્સાથી લોકોના દિલ પર રાજ કર્યું.

આ વીડિયો જોઈને અનેક લોકોના હોશ ઉડી ગયા હતા. તમને જણાવી દઈએ કે આ વીડિયોને અત્યાર સુધીમાં 34.4 મિલિયનથી વધુ વખત જોવામાં આવ્યો છે. લાખો લોકોએ વીડિયોને પસંદ કર્યો છે અને હજારો લોકોએ વીડિયોને રિટ્વીટ પણ કર્યો છે. કોમેન્ટ સેક્શનમાં પણ લોકો ફીડબેક આપવાથી પોતાને રોકી શકતા નથી.

Niraj Patel