ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે, ત્યારે આ દરમિયાન ઘણા પક્ષીઓ ઘવાયેલા જોવા મળશે, ઘણા માણસો પણ રસ્તા ઉપર ભરાયેલી દોરીના કારણે ઘવાશે અને ઘણા પોતાના જીવથી પણ હાથ ધોઈ બેસસે, સોશિયલ મીડિયા ઉપર હાલ એક વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે જેમાં વીજળીના થાંભલા ઉપર દોરી સાથે ફસાયેલા કબૂતરનો એક વ્યક્તિ જીવ બચાવે છે.
56 સેકેન્ડનો આ વીડિયો જોઈને તમે પણ આ વ્યક્તિના સાહસને સલામ કરશો. કારણ કે આ વ્યક્તિ પોતાના જીવની પણ ચિંતા નથી કરતો અને કબૂતરને દોરીમાંથી આઝાદ કરતો જોવા મળી રહ્યો છે.
વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક કબુતર લાઈટના થાંભલા ઉપર ફસાયું છે, તેને બચાવવા માટે એક વ્યક્તિ થાંભલા ઉપર ચઢે છે અને ધીમે ધીમે કરીને છેક કબૂતર સુધી પહોંચે છે, ત્યાર બાદ જે દોરીમાં કબૂતર ભરાયું છે તે દોરીને તોડવામાં સફળ રહે છે અને કબૂતર ફરી ખુલ્લા આકાશમાં ઉડવા લાગી જાય છે.
આ વાયરલ વીડિયોને ટ્વીટર યુઝર્સ @Anurag_Dwary દ્વારા શેર કરવામાં આવ્યો હતો, જેની સાથે લખવામાં આવ્યું હતું કે “વરસાદ, અડધી રાત, ગરમી, ઠંડી વીજળી વિભાગના કર્મચારીઓ ઉભા રહે છે, ગાળ આપવી સરળ છે, પરંતુ આજે 33 કેવી ફીડરની પાસે પતંગની દોરીમાં કબૂતરને બચાવવા માટે જોડાયેલા આ કર્મચારીને સ્લમ કરવાનું દિલ કરે છે.”
बरसात, आधी रात, गर्मी, ठंड, बिजली विभाग के कर्मचारी डटे रहते हैं, गाली देना आसान है लेकिन आज 33 केवी फीडर के पास पतंग के मांझे कबूतर को बचाने में जुटे इन कर्मचारियों को सैल्यूट करने का दिल किया @ipskabra @vinodkapri @ChouhanShivraj @Energy_MPME @MinOfPower @ParveenKaswan pic.twitter.com/QTyy3R0prq
— Anurag Dwary (@Anurag_Dwary) December 29, 2020