અડ્યા વગર જ સરદારજીએ આવી રીતે ચલાવી બાઈક, વીડિયો જોઈને માથું પકડી લેશો

પાછળની સીટ પર બેસીને સરદારજીએ આવી રીતે ચલાવી બાઈક, લોકોને યાદ આવી ગયો અનિલ કપૂર, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં તમને દરેક રોજ કંઈકને કંઈક નવું જોવા અને જાણવા ચોક્કસ મળી જાય છે. જેમાના અમુક વીડિયો પેરણાત્મક, અમુક ફની તો અમુક એવા અતરંગી હોય છે કે તેના પર વિશ્વાસ કરવો જ અશક્ય બની જાય છે. આવો જ એક વિચિત્ર વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે જેને જોઈને તમે પણ તમારૂ માથું પકડી લેશો.વીડિયોને જોઈને તમને પણ જોરથી ઝાટકો લાગશે કેમ કે વીડિયોમાં એક વ્યક્તિ અડ્યા વગર જ પાછળની સીટ પર બેસીને બાઈક ચલાવી રહ્યો છે.

બાઈક પર સવાર આ વ્યક્તિનો ઉપાય એદકમ વિચિત્ર છે.વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ડ્રાઈવિંગ સીટની પાછળ બેઠેલો છે અને બાઈક પોતાની જાતે જ ચાલી રહી છે.પાછળ બેસીને આ વ્યક્તિ આરામથી પગ પર પગ ચઢાવી મોબાઈલમાં વાત કરી રહ્યો છે. આ વીડિયો તેની પાછળ ચાલતી કારના ચાલકે આ વીડિયો શૂટ કર્યો છે અને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો છે. વીડિયોને જોઈને દરેક કોઈ હેરાન બની ગયા છે અને કહી રહ્યા છે કે આખરે આ કેવી રીતે શક્ય બને!

 

View this post on Instagram

 

A post shared by KaranChawla (@realkaranchawla_)

વીડિયોને જોતા જ લોકો પોતાની પ્રતિક્રિયાઓ કમેન્ટ બોક્સમાં આપી રહ્યા છે. એક યુઝરે બાઈક ચાલકને હેવી ડ્રાઇવર જણાવ્યો છે તો કોઈએ કહ્યું કે અનિલ કપૂર બાઈક ચલાવી રહ્યો છે. જ્યારે અમુકને વીડિયો જોઈને મિસ્ટર ઇન્ડિયા ફિલ્મની યાદ આવી ગઈ હતી જ્યારે અમુકે વીડિયોને એડિટિંગ હોવાની વાત કહી છે. વીડિયોને અત્યાર સુધીમાં 24.3 મિલિયનથી પણ વધારે વાર જોવામાં આવી ચુક્યો છે અને 9 હજારથી પણ વધારે લોકોએ વીડિયો પર કમેન્ટ્સ કરી છે, જ્યારે અમુક યુઝર વીડિયોને ફની જણાવતા ફની ઈમોજી પણ શેર કરી રહ્યા છે.

Krishna Patel