આ ભાઈએ ટ્રેકટર ઉતાર્યું કેનાલમાં અને પછી રીવર્સમાં જ એવું ફૂલ સ્પીડમાં ચલાવ્યું કે નાચી ઉઠ્યા લોકો, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા ફની વીડિયોથી ભર્યું પડ્યું છે, રોજ એટલા બધા વીડિયો વાયરલ થતા હોય છે કે આપણે મહિનાઓ સુધી મોબાઈલ લઈને વીડિયો જ જોયા કરીએ તો પણ સામગ્રી ના ખૂટે, ઘણા વીડિયો એવા હોય છે જે આપણને પેટ પકડીને હસાવતા હોય છે. તો ઘણા વીડિયોની અંદર એવી એવી ચોંકાવનારી ઘટનાઓ સામે આવે છે જેને જોઈને આપણા પણ હોશ ઉડી જાય, ત્યારે હાલ એવો જ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં ટ્રેક્ટર ચલાવતા વ્યક્તિએ કેટલાક બાળકોને દરિયાઈ મોજાની મજા આપવા માટે કેનાલમાં જ ટ્રેક્ટરને પુરપાટ ઝડપે હંકારી દીધું હતું. આ વ્યક્તિએ પોતાના મનના એવા ઘોડા ચલાવ્યા કે તેનું તીક્ષ્ણ દિમાગ જોઈને બધા દંગ રહી ગયા. લોકો પણ આ વીડિયોને જોઈને ક્ષણવાર માટે હેરાન રહી ગયા.

આ અદ્ભુત વીડિયો જોઈને દરેક લોકો રોમાંચિત છે. દૂરથી એક ટ્રેક્ટર ખૂબ ઝડપે રિવર્સમાં આવે છે અને બાળકોને પાણીમાં નવડાવે છે. આ રીતે ટ્રેક્ટર ચલાવવા માટે ઘણો અનુભવ હોવો જોઈએ. તમને જણાવી દઈએ કે આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. ઘણા લોકો આ વીડિયો પર પ્રતિક્રિયા આપતા પોતાને રોકી શકતા નથી.

 

View this post on Instagram

 

A post shared by Vishal Sheoran (@vishal_sheoran_917)

આ વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને ખૂબ એન્ટરટેઈન કરી રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો લાઈક કરી ચૂક્યા છે. કોમેન્ટ સેક્શનમાં લોકોના ઘણી ફની રિએક્શન જોવા મળ્યા હતા. ઘણા લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળ્યા હતા. ગુજ્જુરોક્સ આવા કોઈ કાર્યને પ્રોત્સાહન આપતું નથી.

Niraj Patel