આ કાકાનો વટ્ટ એવો કે અજય દેવગનની ફિલ્મના સીનને પણ પાછો પાડી દે, બે સાઈકલોને એકસાથે લઈને ચલાવી, વીડિયો તમારા પણ હોંશ ઉડાવી દેશે.. જુઓ

આ કાકાના સ્ટન્ટ આગળ તો ખેલાડી અક્ષય કુમાર પણ ફિક્કો લાગશે, જુઓ બે સાઇકલને એક જ સાથે ચલાવીને કર્યો ધાંસુ સ્ટન્ટ.. વાયરલ થયો વીડિયો

આપણા દેશની અંદર એકથી એક ચડિયાતા ટેલેન્ટેડ લોકો ભરેલા છે. બસ આવા લોકોને યોગ્ય પ્લેટફોર્મ નથી મળતું. પરંતુ ઘણા લોકો પોતાના કામની સાથે પોતાના ટેલેન્ટને અજમાવતા હોય છે અને આજે તો જમાનો સોશિયલ મીડિયાનો હોવાના કારણે તેમના વીડિયો પણ ખુબ જ વાયરલ થતા હોય છે.

તમે ફિલ્મોમાં ઘણા સ્ટન્ટ જોયા હશે. જેમાં હીરો બે કાર પર કે બે બાઈક પર પગ પહોળા કરીને ચલાવતા હોય છે. દિલવાલે ફિલ્મમાં પણ તમે અજય દેવગનને એવો સ્ટન્ટ કરતા જોયો જ હશે. ત્યારે હાલ એક કાકાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક કાકા એક સાથે બે સાઇકલ ચાલવતા જોવા મળે છે.

ટ્વિટર પર ઉમાશંકર સિંહ નામના પેજ દ્વારા આ વ્યક્તિનો એક ફની વીડિયો શેર કર્યો અને લખ્યું- 2+2 = ફોર વ્હીલર. આ 14 સેકન્ડના વીડિયોમાં તમે જોશો કે એક માણસ બે સાઈકલની વચ્ચે ઊભો છે અને બંને સાઈકલના દરેક પેડલ પર પગ રાખીને તેને ચલાવતો જોવા મળે છે અને બોલિવૂડના ખેલાડી અક્ષય કુમારને સ્ટંટને પણ ટક્કર આપે છે. જે ઘણીવાર 2 ગાડી, 2 ઘોડા પર સવાર થઈને પોતાની ફિલ્મોમાં સ્ટંટ કરે છે.

સાઇકલ પર સ્ટંટ કરતા આ વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો ટ્રેન્ડ કરી રહ્યો છે અને તેને અત્યાર સુધીમાં લાખો યુઝર્સ દ્વારા જોવામાં આવ્યો છે. તેના પર ટિપ્પણી કરતા એકે લખ્યું કે તેની પાસે ચાર્મ છે. એક યુઝરે લખ્યું કે શું મોટર વ્હીકલ વાયોલેશન એક્ટ લાગૂ થશે? એટલું જ નહીં સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ આ વ્યક્તિના વખાણ કરી રહ્યા છે અને તેને સ્ટંટમેન પણ કહી રહ્યા છે.

Niraj Patel