સ્કૂટર પર 7 બાળકોને જીવન જોખમે બેસાડીને ટ્યુશન મુકવા જઈ રહ્યો હતો આ વ્યક્તિ, એક ભાઈએ બનાવી લીધો વીડિયો, પછી પોલીસે કર્યું આ કામ

7 બાળકોના જીવ જોખમમાં મૂકીને આ ભાઈ ચલાવી રહ્યો હતો સ્કૂટર, વીડિયો સામે આવતા જ પોલીસે કરી આ કાર્યવાહી, જુઓ

Man Riding Scooty With 7 Children : સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, કેટલાક વીડિયો એવા પણ હોય છે જે આપણા હોશ પણ ઉડાવી દે. તો ઘણી ઘટનાઓ પર પોલીસને પણ કાર્યવાહી કરવાની ફરજ પડી જતી હોય છે. કેટલાક લોકો ટ્રાફિકના નિયમોને તોડતા હોય છે અને પોતાની સાથે બીજાના જીવ પણ જોખમમાં મુકતા હોય છે, ત્યારે એવા લોકો સામે પોલીસ લાલ આંખ પણ કરતી હોય છે.

આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક વ્યક્તિ સાત બાળકો સાથે સ્કૂટી ચલાવી રહ્યો છે. આમાંથી એક બાળક સ્કૂટીની પાછળ અને બે સાઇડમાં ઉભા છે. આ વ્યક્તિ રસ્તા પર બાળકો સાથે ખૂબ આરામથી સ્કૂટી ચલાવી રહ્યો છે. બાળકનો જીવ જોખમમાં મુકીને વ્યક્તિ આ પરાક્રમ કરી રહ્યો છે. વીડિયો સામે આવ્યા બાદ મુંબઈ પોલીસે તે વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરી છે.

સાત બાળકોને સ્કૂટી પર બેસાડીને જોખમમાં મૂકનાર વ્યક્તિ સામે મુંબઈ પોલીસે કાર્યવાહી કરી છે. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. આ વીડિયો તાડદેવ પોલીસ સ્ટેશનનો હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ, તાડદેવ પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 308 હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે સ્કૂટીના ફૂટબોર્ડ પર બે બાળકો ઉભા છે. બે બાળકો પાછળની સીટ પર બેઠા છે. બાકીના ત્રણમાંથી બેએ સ્કૂટીની બંને બાજુએ પોતાને કોઈક રીતે ફીટ કર્યા છે. આ સિવાય એક બાઈક પાછળ ઊભી રહીને સ્કૂટી પર જઈ રહ્યું છે. આ રીતે, ડ્રાઇવર સિવાય, સાત બાળકો સ્કૂટી પર સવારી કરે છે.

Niraj Patel