રેલ્વે ટ્રેક પર બાઈક લઈને જતો હતો યુવક ત્યાં જ આવી ગઈ ટ્રેન, આ રીતે આપી મોતને મ્હાત, ઘટના થઇ કેમેરામાં કેદ

મોતથી બચવા યુવકે જે જુગાડ કર્યો તે જોઈને રૂવાડા ઉભા થઈ જશે

આજ કાલ લોકોને અવનવા વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કરવા બહુ ગમે છે. આ માટે યુવાનો ગમે તેવા જોખમ લેવા પણ તૈયાર થઈ જાય છે. ઘણીવાર ફેમસ થવાના ચક્કરમાં પોતાનો જીવ પણ જોખમમાં મુકી દેતા હોય છે. આવા હજારો વીડિયો હાલમાં ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યા છે. અમે જે વીડિયોની વાત કરી રહ્યા છીએ તેને જોઈને તમે પણ કહેશો કે ભાઈ આવુ જોખમ ન લેવાય. આ વીડિયોમાં યુવકે ફેમસ થવાના ચક્કરમાં પોતાનો જીવ જોખમમાં મુકી દીધો. જો કે ખરા સમયે યુવકે પોતાની બુદ્ધીનો ઉપયોગ કરીને પોતાનો જીવ તો બચાવી લીધો હતો પરંતુ તેને જોઈને દરેક વાલીએ ચેતવા જેવુ છે કારણ કે એક ભૂલમાં તેનો જીવ જઈ શકે તેમ હતો.

એક યુવક વીડિયો બનાવવાના ચક્કરમાં રેલ્વે ટ્રેક પર બાઈક લઈને જઈ રહ્યો હતો. આ દરમિયાન તે જેવો એક પુલ પર પહોંચે છે ત્યારે અચાનક ટ્રેન આવી જાય છે. હવે યુવક અને મોત વચ્ચે થોડા વેતનું જ અંતર હતુ. કારણ કે એક તરફ ટ્રેન આવી રહી હતી તો બીજી તરફ પુલ ઉપર તેની બાઈક હતી. તેથી બચવા માટે તે પુલની નજીક ઉભા કરેલા થાંભલા સાથે લટકી જાય છે અને બાઈકને સાઈડમાં લગાવી દે છે. આમ પોતાની સુજબુજથી પોતાનો જીવ બચાવી લે છે.

 

View this post on Instagram

 

A post shared by Bhutni_ke (@bhutni_ke_memes)

હાલમાં આ વીડિયો જોઈને ઘણા લોકો આ યુવકની પ્રશંસા કરી રહ્યા છે તો કોઈ આવા જોખમ ન લેવાની સલાહ આપી રહ્યા છે. આ વીડિયોને ઈન્સ્ટાગ્રામ પર bhutni_ke_memes નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. જો કે આ વીડિયો કઈ જગ્યાનો છે તે હજુ જાણવા નથી મળ્યું. પરંતુ પોતાનો જીવ બચાવવા યુવકે જે જુગાડ કર્યો છે તે કોઈ ચમત્કારથી કમ નથી.

YC