કોરોના વાયરસના કારણે દેશભરમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે અને આ લોકડાઉનના કારણે બીજા રાજ્ય કે શહેરમાં રહીને કામ કરતા લાખો લોકોની રોજી રોટી પણ છીનવાઈ ગઈ છે, સ સમયે આ પરપ્રાંતીય મજૂરો પોતાના વતન તરફ પાછા જઈ રહ્યા છે, ઘણા એવા પણ મજૂરો છે જે પોતાના ઘરે વર્ષો બાદ પાછા જઈ રહ્યા છે, અને ઘરે જઈને તેમને કંઈક જુદો જ અનુભવ થાય છે. આવી જ એક ઘટના એક વ્યક્તિ સાથે બની જે પોતાના ઘરે 18 વર્ષ પછી પરત ફર્યો અને ઘરે જઈને જોયું તો ના તેની પત્ની જીવતી હતી કે ના તેની મા જીવતી હતી, માત્ર તેની દીકરીઓ જ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર ઉત્તરપ્રદેશના તલકુલવા થાણા ક્ષેત્રમાં રહેવા વાળો મહેંગી પ્રસાદ 18 વર્ષ પહેલા પત્ની સાથે કારણે ઘર છોડીને ચાલ્યો ગયો હતો, ત્યારે તેની ઉંમર 40 વર્ષની હતી અને ઘરમાં તેની પત્ની, ત્રણ દીકરીઓ અને તેની માતા હયાત હતી, મહેંગી પ્રસાદના ગયા બાદ તેના પરિવારજનોએ તેની ખુબ શોધખોળ કરી પરંતુ તે મળ્યો નથી, વર્ષો સુધી તે પાછો ના આવતા તેના પરિવારજનોએ તેને મૃત માની લીધો હતો.

મહેંગી પ્રસાદ ઘરેથી નીકળી અને મુંબઈ આવી ગયો અને ત્યાં આવીને તે નાનું મોટું કામ કરવા લાગી ગયો હતો, છેલ્લે તે એક ફેક્ટરીની અંદર ચોકીદાર તરીકે કામ કરી રહ્યો હતો, તેને પોતાના પરિવારનો પણ ક્યારેય સંપર્ક ના કર્યો, પરંતુ લોકડાઉનના કારણે તેને જીવવામાં મુશ્કેલીઓ થવા લાગી, થોડા દિવસ સુધી તે મુંબઈમાં જ રહ્યો પરંતુ પછી તેને પોતાના ઘરની યાદ આવી અને 18 વર્ષ બાદ તે પોતાના ઘરે જવા માટે એક ટ્રકમાં 3500 રૂપિયા આપી અને જવા માટે નીકળ્યો.

જયારે તે પોતાના ઘરે પરત ફર્યો ત્યારે તેની દીકરીના પણ લગ્ન થઇ ગયા હતા, પોતાના પિતાને જોતા જ તેની દીકરીઓ ખુશ થઇ ગઈ, જમાઈ પણ ખુશ થયા, પરંતુ જયારે તે પોતાના ઘરે પરત ફર્યો ત્યારે તેની પત્ની અને તેની મા હંમેશને માટે આ દુનિયા છોડીને ચાલ્યા ગયા હતા.

મહેંગી પ્રસાદે હવે પોતાનું આગળનું જીવન પોતાની દીકરીઓ સાથે જ વિતાવવાનું નક્કી કરી લીધું છે, તેને પણ પોતાની પત્ની અને માતાને ખોયાનું થઇ રહ્યું છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.