જાણવા જેવું પ્રેરણાત્મક

24 વર્ષની ઉંમરે આ છોકરો રિટાયર થયો, પત્ની સાથે મળી 5.38 કરોડ રૂપિયાની કરી બચત પછી

આજના સમયમાં યુવા વર્ગની સૌથી મોટી સમસ્યા હોય તો તે છે પૈસાની બચત કેમ કરવી. આપણે જોઈએ છે કે, દરરોજ માર્કેટમાં નવા ફોન ના એબીજી બધી વસ્તુઓ લોન્ચ થતી રહે છે જેના કારણે યુવા વર્ગ બધા રૂપિયા એ વસ્તુ પાછળ ઉડાડી દે છે. જેના કારણે પૈસાની બચત નથી થતી. પરંતુ હાલમાં જ વિદેશમાં એક કિસ્સો સામે આવ્યો છે જેમાં એક યુવકે પૈસાની કેમ બચત કરવી તે વિશે જાણી લીધુ છે, જેના કારણે તે 24 વર્ષની ઉંમરમાં જ રીટાયર થઇ ગયો છે.

Image Source

આવો જાણીએ આઈ યુવક વિષે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, કેનેડાના ઓટારિયોમાં રહેનાર માઈક રોઝહાર્ટ 24 વર્ષની ઉંમરમાં પૈસા બચાવવાનું શરૂ કરી રિટાયર્મેન્ટનો પ્લાન બનાવી લીધો હતો. માઈક જયારે નાનો હતો ત્યારે તેના પરિવારને આર્થિક તંગીનો સામનો કરતું હતું. માઈકે તેની ઘરની પરિસ્થતિ વિષે જણાવ્યું હતું કે, તેના ઘરની હાલત એટલી હદે ખરાબ થઇ ગઈ હતી કે તે બિલકુલ ગરીબી રેખા પર પહોંચી ગયા હતા. પરંતુ માઇક ભણવામાં હોશિયાર હોય તેને ભણતર માટે સ્કોલરશીપ મળતી હતી.

Image Source

માઈક જયારે કોલેજમાં હતો ત્યારે તે ફૂલ ટાઈમ ભણવાની સાથે ફૂલ ટાઈમ ભણતર પણ કરતું હતું. તે સમયે તે 262 ડોલર ( 18,500 રૂપિયા)ના ભાડાના મકાનમાં રહેતા હતા, આ બાદ તે તેની પત્ની અલાઇસ સાથે બીજા એપાર્ટમેન્ટમાં શિફ્ટ થઇ ગયો હતો. જેનું ભાડું 455 ડોલર (32,000 રૂપિયા) હતું. માઈક ક્યાંય પણ જવા માટે કાર અથવા પબ્લિક ટ્રાન્સપોર્ટની જગ્યાએ સાઇકલનો ઉપયોગ કરતો હતો. માઈકે 19 વર્ષની ઉંમરમાં એક ઘર ખરીદવા માટે પૈસા એટલે કે, 1,52,000 ડોલર (1 કરોડ રૂપિયા) ભેગા કરી લીધા હતા.

Image Source

આ બાદ માઈક એક કન્સલ્ટન્ટનું કામ કરવા લાગ્યો હતો. તેની વાર્ષિક આવક 42,000 ડોલર (લગભગ 29 લાખ) જયારે તેની પત્ની અલાઇસ એક ગ્રાફિક ડિઝાઈનરનું કામ કરતી હતી. અલાઇસની વાર્ષિક આવક 26,500 ડોલર (લગભગ 18 લાખ રૂપિયા) છે.

બંનેએ નક્કી કરી લીધું હતું કે, અલાઇસની આવકમાંથી બધા ખર્ચા કરીશું બાકીના પૈસાની બચત કરીશું. પૈસાની થોડી બચત થઇ ગયા બાદ તેને થોડા મહિનામાં પ્રોપટી ખરીદવાનું શરૂ કરી દીધું હતું. આ બાદ ખરીદેલી પ્રોપટી તેને ભાડા પર આપી દીધી હતી. ભાડાના પૈસાનું રોકાણ કરવાંનુ શરૂ કરી દીધું હતું. આ રીતે બંનેએ પૈસા બચાવવાનું શરૂ કરી દીધું જેમાંથી તેને 10 પ્રોપટી ખરીદી લીધી હતી.

Image Source

આ સાથે જ અલાઇસને ક્યારેક-કયારેક સ્ટારબકસ પણ જવાનું પસંદ હતું પરંતુ માઈકે બચતના કારણે અલાઇસને થોડા સમય માટે સ્ટારબક્સ જવાનું પણ બંધ કરી દીધું હતું. બંનેને લગ્નમાં મળેલી ગિફ્ટથી પણ ઘણી મદદ મળી હતી. અલાઇસ અને માઈકે તેના લગ્નમાં મળેલા પૈસાની ન બચત કરી હતી. આ સાથે જ આ બંનેને ક્રેડિટ કાર્ડ પોઈન્ટ્સથી બ્રાઝીલ જવાનો મોકો મળ્યો તેથી તે હનીમૂન માટે ત્યાં ગયા હતા, ત્યાં પણ બંને તેના મિત્રોના ઘરે રોકાયા હતા જેથી પૈસા બચી શકે.

Image Source

આ રીતે બચત કરીએ 6 વર્ષમાં બંનેએ તેની બધી બચત અને ભાડા પર આપેલી પ્રોપટીને વેચી દીધી હતી. આ બાદ માઈક 24 વર્ષની ઉંમર અને અલાઇસ 25 વર્ષની ઉંમરમાં રિટાયરમેન્ટ થઇ ગયા હતા. બંનેએ અત્યાર સુધી 7,60,000 ડોલર ( લગભગ 5.38 કરોડ રૂપિયા) બચાવી લીધા હતા.

માઈકે જલ્દી રિટાયરમેન્ટનું કારણ જણાવ્યું હતું કે, તેને બાળક જોઈતું હતું. બાળકની સાથે તેની જવાબદારીમાં પણ વધારો થાય છે આ સાથે જ બાળકને પણ સમય આપવો પડે છે.

Image Source

માઈકે કહ્યું હતું કે, અલાઈટ્સને બાળકને જોઈતું હતું ત્યારે મેં તેને કીધું હતું કે, આપણે ઓછા સમયમાં બહુ પૈસા બચાવી લઈએ તો આપણે જલ્દી રીટાયર થઇ શકીએ અને બાળકને સમય આપી શકીએ. હવે માઈક તેની યુ-ટ્યુબ ચેનલ ચલાવે છે અને લોકોને પૈસા બચાવવાની ટિપ્સ આપે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.