જેલથી જામીન પર છૂટેલા એક યુવકની સળગેલી લાશ મળી સચેંડી વિસ્તારની ઝાડીઓમાં, વિસ્તારમાં મચી ગયો હડકંપ

કાનપુરમાં જેલથી જામીન પર છૂટેલા યુવકની સળગેલી લાશ ઝાડીઓમાં પડેલી મળી, છોકરીને જીવતી સળગાવનારના આરોપમાં જેલ ભેગો થયેલો હતો

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર હત્યા અને આત્મહત્યાના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર આવા કિસ્સાઓમાં આરોપીઓને જેલ થાય છે અને પછી તેઓ કેટલાક મહિના કે વર્ષો પછી જમાનત પર અથવા તો પેરોલ પર બહાર પણ આવતી હોય છે. ત્યારે કેટલીક વાર એવું બને છે કે કોઇ આરોપીએ જો કોઇની હત્યા કરી હોય તો તેના પરિવાર કે સંબંધી અથવા મિત્રો તેના બહાર આવતા જ તેને મારી નાખતા હોય છે. હાલમાં ઉત્તરપ્રદેશના કાનપુરમાંથી આવી એક ઘટના સામે આવી છે, જેમાં કાનપુરની જેલમાંથી જામીન પર છૂટેલા યુવકની સળગી ગયેલી લાશ સચેંડી વિસ્તારની ઝાડીઓમાં પડેલી મળી આવતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.

જણાવવામાં આવી રહ્યું છે કે આ એ જ વ્યક્તિ હતો જેના પર એક છોકરીને સળગાવી દેવાનો આરોપ હતો. આશ્ચર્યની વાત એ છે કે અમિત નામના આ વ્યક્તિની પણ એ જ રીતે હત્યા કરવામાં આવી હતી જે રીતે તેણે છોકરીને સળગાવીને મારી નાખી હતી. મૃતકના પિતાએ છોકરીના માતા-પિતા અને ભાઈ પર અમિતને જીવતો સળગાવવાનો આરોપ લગાવતા FIR નોંધાવી છે. યુવતીના પરિવારજનોનું કહેવું છે કે આ હત્યા સાથે તેમને કોઈ લેવાદેવા નથી. તમને જણાવી દઈએ કે, 25 ઓક્ટોબર 2021ના રોજ અમિત અને તેની ગર્લફ્રેન્ડ પર યુવતીને સળગાવી દેવાનો આરોપ હતો.

મળતી માહિતી મુજબ શનિવારે અમિત તેના નૌબસ્તા સ્થિત ઘરેથી એક વ્યક્તિનો આરો ઠીક કરવા આવ્યો હતો. રાત્રે અમિત ઘરે પરત ન ફરતાં પરિવારજનોએ નૌબસ્તા પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થયાની નોંધ કરાવી હતી. પરંતુ રવિવારે અમિતની સળગી ગયેલી લાશ સચેંડી વિસ્તારમાં એક ખાલી પ્લોટમાં પડેલી મળી આવી હતી. અમિતના મૃતદેહની ઉપર તેની બેગ પણ રાખવામાં આવી હતી, જેમાં રાખેલા કાગળોના આધારે સંબંધીઓને માહિતી આપવામાં આવી હતી. જ્યારે અમિતના પરિવારજનો ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે તેઓ અમિતની ખરાબ રીતે દાઝી ગયેલી લાશ જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા.

અમિત માત્ર એક મહિના પહેલા જ હાઈકોર્ટમાંથી જામીન મેળવ્યા બાદ કાનપુર જેલમાંથી બહાર આવ્યો હતો.અમિત પર 25 ઓક્ટોબર, 21ના રોજ તેની પૂર્વ સહકર્મી જ્યોતિ મિશ્રાની હત્યા કરવાનો આરોપ હતો. જ્યોતિના પિતાએ અમિત વિરુદ્ધ ચકેરી પોલીસ સ્ટેશનમાં તેને જીવતો સળગાવવાની એફઆઈઆર બતાવી હતી, જેમાં પોલીસે અમિત અને તેની પ્રેમિકાની ધરપકડ કરી હતી અને જેલમાં મોકલી દીધા હતા. અમિત મર્ડર કેસની તપાસ માટે પોલીસ કમિશનર બીપી જોગદંડે SITની રચના કરી છે. આ હત્યા કેસની તપાસ આઈપીએસ અધિકારીની દેખરેખ હેઠળ કરવામાં આવશે.

માત્ર અમિત જ નહીં, હવે SIT જ્યોતિ હત્યા કેસની ફરીથી તપાસ કરશે. કારણ કે બંને કિસ્સા એકબીજા સાથે જોડાયેલા છે. ત્યાં તપાસમાં શંકાસ્પદ મહિલાને કસ્ટડીમાં લઈ પૂછપરછ કરવામાં આવી રહી છે. ડીસીપીએ જણાવ્યું કે અમિત હાઈસ્કૂલ ફેઈલ હતો. પરંતુ સુસાઈડ નોટમાં એક વકીલની ભાષામાં સુસાઇડ નોટ લખેલી છે. આ સાથે એક એક ધારાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અમિત તરફથી લખવામાં આવ્યું છે કે મારા મૃત્યુ માટે જ્યોતિના પિતા સંતોષ કુમાર મિશ્રા, માતા સાવિત્રી દેવી, ભાઈ અમન મિશ્રા અને એક સંબંધી આનંદ તિવારી છે.

આ સાથે અમિતે સુસાઈડ નોટમાં વિમલ પાસવાનને ક્લીનચીટ આપી છે. જ્યોતિ હત્યા કેસમાં વિમલ પણ અમિત સાથે જેલમાં ગયો હતો. વિમલને 27 જૂને અને અમિતને 2 સપ્ટેમ્બરે હાઈકોર્ટમાંથી જામીન મળ્યા હતા. આ સુસાઈડ નોટ કાયદાના જાણકાર વતી લખવામાં આવી હોવાનું હસ્તાક્ષર પરથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે અમિતની ઘાતકી હત્યા કાવતરા હેઠળ કરવામાં આવી છે.

Shah Jina