ગજબની બુદ્ધિ વાપરી આ ભાઈએ, જૂની ગાડીનો કર્યો એવો ઉપયોગ કે વીડિયો જોઈને તમે પણ માથું ખંજળવાતાં રહી જશો, જુઓ

આપણા દેશની અંદર કોઈપણ સમસ્યા માટે કોઈને કોઈ જુગાડ તમને ચોક્કસ મળી જશે. ઘણા લોકો આફતને પણ અવસરમાં બદલી દેતા હોય છે અને તેમના જુગાડના વીડિયો પણ ઈન્ટરેન્ટ ઉપર ધૂમ મચાવતા હોય છે. હાલ એવા જ એક વ્યક્તિનો અનોખો જુગાડ વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને તમારી આંખો પણ ચાર થઇ જશે.

આપણે ભારતીયો રોજિંદા જીવનમાં નકામી વસ્તુઓનો ઉપયોગ કરવા માટે હંમેશા તૈયાર હોઇએ છીએ. પછી ભલે તે ટૂથપેસ્ટ હોય કે રસોડામાં ખાલી ડબ્બાનો ઉપયોગ કરવાનો હોય. જ્યારે તમે વર્ષોથી ફોર વ્હીલરનો ઉપયોગ કરો છો, ત્યારે તમે તેને વેચવાની યોજના બનાવો છો અને જો કાર બગડે છે, તો તે ગેરેજમાં અથવા ઘરની બહારના કોઈ ખૂણામાં પડેલી સડી જાય છે અને અંતે તે કબાડીમાં જાય છે, પરંતુ એક માણસે જુગાડ કરીને કારમાંથી પોતાના ઘરનો દરવાજો બનાવી દીધો.

વ્યક્તિની સર્જનાત્મકતા જોઈને તમે થોડા સમય માટે આશ્ચર્યચકિત થઈ જશો. ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહેલો વીડિયો જોયા પછી તમે વિચારમાં હશો કે આ વ્યક્તિએ જુગાડ દ્વારા ઘરનો દરવાજો અદ્ભુત રીતે કેવી રીતે બનાવ્યો. તમે જોઈ શકો છો કે ઘરનો દરવાજો ધીમે ધીમે જમણી બાજુએ ખુલે છે. આ ગેટ પર ચેરી રંગની કાર દેખાય છે, જે ગેટ સાથે જોડાયેલ છે. કારના વ્હીલ દ્વારા ગેટને ખસેડી શકાય છે. કારને જોઈને તમને મારુતિ 800 કે ઝેન યાદ આવી જશે, કારણ કે તેની સાઇઝ સમાન છે.

 

View this post on Instagram

 

A post shared by Pintu Chauhan (@mr_pintudiyo_143)

આ વીડિયોમાં સૌથી ચોંકાવનારી વાત એ છે કે ગેટનો દરવાજો બીજે ક્યાંય નથી પરંતુ કારનો જ દરવાજો છે. કારનો દરવાજો ખોલતાં જ તમે ગેટની બીજી બાજુ આવી જશો. આ વીડિયોમાં તમે એ પણ જોઈ શકો છો કે કેવી રીતે એક વ્યક્તિ ગેટની સામેથી કારના દરવાજાની બીજી તરફ આવ્યો. આ વીડિયો ક્યાંનો છે તે જાણી શકાયું નથી, પરંતુ દરેક તેના જુગાડના વખાણ કરી રહ્યા છે.

Niraj Patel