વાયરલ

આ ગરીબ વ્યક્તિએ પોતે નહિ પરંતુ કૂતરાને પહેરાવ્યું માસ્ક, જયારે કોઈએ તેને પૂછ્યું ત્યારે એવો જવાબ આપ્યો કે તમે પણ ચોંકી ઉઠશો

કોરોનાની બીજી લહેર સમગ્ર દેશ માટે ઘાતક બની રહી છે, ત્યારે સરકાર દ્વારા પણ માસ્ક પહેરવાનું ફરજીયાત બનાવી દેવામાં આવ્યું છે. માસ્ક હવે જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની રહ્યો છે. જો માસ્ક વગર લોકો પકડાય તો તેમને દંડ પણ કરવામાં આવે છે.

પરંતુ આ બધા વચ્ચે એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ પોતે માસ્ક નથી પહેર્યું પરંતુ તેની પાસે રહેલા કૂતરાને તેને માસ્ક પહેરાવ્યું છે. અને જયારે તે વ્યક્તિને આમ કરવાનું કારણ પૂછવામાં આવ્યું ત્યારે તેને જે જવાબ આપ્યો તે જોઈને તે વ્યક્તિને વંદન કરવાનું મન થઇ જાય.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક ગરીબ વ્યક્તિ એક કૂતરાને પોતાના ખભા ઉપર બેસાડીને ફરી રહ્યો છે. સાથે તેને કૂતરાને માસ્ક પણ પહેરાવ્યું છે. પરંતુ તે વ્યક્તિએ માસ્ક નથી પહેર્યું. જયારે તે વ્યક્તિને પૂછવામાં આવ્યું કે આવું કેમ કર્યું ત્યારે તેનો જવાબ લોકોનું દિલ જીતી રહ્યો છે.

આ ગરીબ વ્યક્તિને એક વ્યક્તિ તેનું નામ પૂછી રહ્યો છે ત્યારે તે તેનું નામ મોહનલાલ જણાવે છે અને ડોગીનું નામ ગુરુ જણાવે છે. જયારે તે વ્યક્તિએ કૂતરાને માસ્ક પહેરાવવાનું અને પોતે નહીં પહેરવાનું પૂછવામાં આવે છે ત્યારે તેને જણાવ્યું કે “હું તો મરી જઈશ, પરંતુ ગુરુને નહીં મરવા દઉં. નાનપણથી મોટું કરેલું મારુ બચ્ચું છે.”

આ વ્યક્તિનો કુતરા પ્રત્યેનો પ્રેમ જોઈને ખરેખર વંદન કરવાનું મન થાય છે. તમે પણ જુઓ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા આ વીડિયોને.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)