પતિ લઇ ગયો પોતાની ગર્ભવતી પત્નીને એક રોમાન્ટિક જગ્યાએ, લીધી ખુબ જ શાનદાર સેલ્ફી, પછી કર્યું એવું કે જાણીને રુંવાડા ઉભા થઇ જશે

પતિ પત્નીનો સંબંધ ખુબ જ ખાસ હોય છે, લગ્ન સમયે બંને એકબીજાને સાત જન્મ સાથે રહેવાની સાથે દરેક સુખ દુઃખમાં પણ સાથ આપવાનું વચન આપતા હોય છે, પરંતુ ઘણીવાર આ સંબંધોમાં પણ તિરાડ પડે છે અને સાત જન્મ તો દૂર થોડા વર્ષોમાં જ બંને અલગ પણ થઇ જાય છે. ઘણીવાર પતિ પત્નીના સંબંધોમાં એવું પણ બનતું હોય છે જે હેરાન કરી દેનારું હોય છે.

Image Source

આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે તુર્કીમાંથી જ્યાં એક પતિએ પોતાની પત્નીને પહેલા તો પોતાના વિશ્વાસમાં લઇ લીધી અને પછી ખુબ જ આરામથી તેને મોતને ઘાટ ઉતારી દીધી હતી. પરંતુ પોલીસ સામે તેનો પર્દાફાશ થઇ ગયો. પોલીસે તેને તેની પત્નીની હત્યાના આરોપમાં ધરપકડ કરી લીધી છે. પરંતુ જે પ્રકારે તેને પોતાની પત્નીને મોતને ઘાટ ઉતારી તે મામલો ચર્ચામાં છે.

તુર્કી નિવાસી 40 વર્ષીય હાકન એસલ ઉપર આરોપ છે કે તેને પોતાની પત્ની સેમરા એસલને ફરવાના બહાને તુર્કીની મુગલા સ્થિત બટરફલાઈ ઘાટીના ઊંચા પહાડો ઉપર લઈને ગયો. ત્યારબાદ તેને પોતાની પત્ની સાથે ખુબ જ રોમાન્ટિક સેલ્ફી પણ લીધી અને ત્યારબાદ તેને પોતાની પત્નીને હજાર ફૂટ ઊંચી પહાડી ઉપરથી ધક્કો મારી દીધો.

Image Source

આ ઘટનાની અંદર તે મહિલાનું દર્દનાક મૃત્યુ થઇ ગયું, સૌથી દુઃખદ વાત તો એ હતી કે જયારે મહિલાનું મૃત્યુ થયું ત્યારે તે 7 મહિનાની ગર્ભવતી હતી અને આ દુર્ઘટનામાં તેના બાળકનું પણ મૃત્યુ થઇ ગયું. તે વ્યક્તિ ઉપર એવો પણ આરોપ છે કે પત્નીને ધક્કો મારતા પહેલા આરોપી તેની પત્ની સાથે પહાડી ઉપર લગભગ 3 કલાક સુધી રહ્યો. માનવામાં આવી રહ્યું છે કે આ દરમિયાન તેને કન્ફર્મ કર્યું કે પહાડી ઉપર તેના સિવાય બીજું કોઈ તો નથી ને ? જેના કારણે તેના ગુન્હાનું કોઈ સાક્ષી ના બની જાય.

ધન સનના રિપોર્ટ પ્રમાણે આરોપી પતિએ પત્નીના વિમાની રકમ મેળવવા માટે આ દર્દનાક ઘટનાનો જાળ બીછાવ્યો હતો. બીમની રકમના રૂપમાં તેને લગભગ 56 હજાર ડોલર મળવાના હતા. પત્નીના મૃત્યુના થોડા દિવસ બાદ જ આરોપીએ વિમાની રકમ મેળવવા માટે વીમા કંપની સામે ક્લેમ કર્યો હતો. પરંતુ તેની આ ચાલાકી ત્યારે કામ ના આવી. જ્યારે વીમા કંપનીએ ઘટનાની તપાસ ચાલી રહી છે તેમ કહીને વિમાની રકમ આપવાથી ઇન્કાર કરી દીધો. મૃતક મહિલાના ભાઈનું કહેવું છે કે સેમરાના મૃત્યુ બાદ તેને અનુભવ થયો કે હાકન એટલો દુઃખી નહોતો જેટલા બીજા લોકો દુઃખી હતા.

Image Source

તો બીજી તરફ હાકન એસલે તેના ઉપર લાગેલા પત્નીની હત્યાના આરોપોથી ઇન્કાર કર્યો છે. હાકનનું કહેવું છે કે “ફોટો લીધા બાદ મારી પત્નીએ ફોન બેગમાં રાખી દીધો હતો. ત્યારબાદ તેને મારી પાસે ફરીવાર ફોન માંગ્યો. જયારે હું ફોન લેવા ગયો ત્યારે મેં તેની ચીખ સાંભળી. જયારે મેં પાછા વાળીને જોયું ત્યારે તે ત્યાં નહોતી.”

Niraj Patel