ઘરે બેસીને પીઝા ઓર્ડર કરીને ખાવાનું કોને ન ગમતું હોય! તેની પણ એક અલગ જ મજા છે. પણ આજ મજા ઘણીવાર ગ્રાહકોને હેરાનીમાં પણ મૂકી શકે છે.

તુર્કીના એક બુરાક નામના પીઝા ડિલિવરી બૉયએ પિઝાની ડિલિવરી વખતે પીઝા સાથે એક એવો કારનામો કર્યો કે તેને 18 વર્ષની જેલની સજા થઇ ગઈ, આ ઘટના જાણીને તમે પણ હેરાનીમા મુકાઈ જશો અને વિચારશો કે આવું પણ લોકો કરી શકે ખરા!

જણાવી દઈએ કે ઘટના વર્ષ 2017 માં બની હતી. જ્યા તુર્કીના પીઝા ડિલિવરી બૉય બુરાકને પીઝામાં થૂંકવા પર ત્યાંની અદાલતે 18 વર્ષની જેલની સજા સંભળાવી છે.

પુરી ઘટના તુર્કીના એસ્કિશર શહેરમાં ગ્રાહકના એપાર્ટમેન્ટના સીસીટીવી કેમેરામાં બુરાકનાં પીઝામાં થૂંકવાની ઘટના કૈદ થઇ ગઈ હતી.

ફુટેજમાં જોઈ શકાય છે કે બુરાક પિઝાનું બોક્સ ખોલીને તેમાં થૂંકી રહ્યો છે, અને આ ક્ષણને પોતાના ફોનમાં પણ કૈદ કરી રહ્યો છે. એવામાં અદલાત દ્વારા બુરાકને દોષી જણાવવામાં આવ્યો. જો કે તેનું આવું કરવા પાછળનું કારણ સામે નથી આવ્યું.

તુર્કી અદાલતે બુરાકને 18 વર્ષની સજા સંભળાવી છે, જો કે તેની પહેલા તેના પર 400 લિરા(તુર્કી ચલણ) નો દંડ પણ લગાવવામાં આવી ચુક્યો હતો. કોર્ટે આ ઘટનાની સુનવણી કરતા કહ્યું કે આ એક ગંભીર અપરાધ છે આ સિવાય બુરાકે ગ્રાહકના સ્વાસ્થ્ય અને ભરોસાને પણ ખતરામાં નાખ્યું છે.

કોર્ટે કહ્યું કે બુરાકને જેલની સજા તેના ભોજનમાં ઝેર આપવાને લીધે(થૂંકવાને લીધે) અને ગ્રાહકના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડવાની કોશિશને ધ્યાનમાં રાખીને આપવામાં આવી છે.
જુઓ બુરાકનો પીઝામાં થૂંકી રહેલો વિડીયો…
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ