આ તે કેવી અંધશ્રદ્ધા ? ભાભી સાથેના અનૈતિક સંબંધોની શંકાને લઈને દિયરને ધગધગતો સળીયો આગમાંથી બહાર કાઢવાની પંચાયતે ફટકારી સજા… જુઓ વીડિયો

મોટાભાઈએ નાનાભાઈ પર પત્ની સાથે આડા સંબંધો હોવાની કરી ફરિયાદ, પંચાયતે સંભળાવી એવી સજા કે જોઈને રૂંવાડા ઉભા થઇ જશે.. જુઓ વીડિયો

ગુજરાત સમેત દેશભરમાં અંધશ્રદ્ધાના ઘણા બધા મામલાઓ સામે આવતા હોય છે. ઘણા લોકો અંધશ્રદ્ધાનો ભોગ બનીને લાખો હજારો રૂપિયા ગુમાવી દેતા હોય છે તો ઘણીવાર આવી જ અંધશ્રદ્ધાને લઈને લોકો પોતાનો જીવ પણ ગુમાવતા હોય છે. ત્યારે આજે ભલે દુનિયા 21મી સદીમાં પહોંચી ગઈ હોય પરંતુ આજે પણ ઠેર ઠેર અંધશ્રદ્ધા જોવા મળે છે.

જેનું એક તાજું ઉદાહરણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા એક વીડિયોમાં જોવા મળી રહ્યું છે. વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ આગની આસપાસ ફરતો જોવા મળે છે અને પછી ખુલ્લા હાથે આગમાંથી સળિયો બહાર કાઢે છે. એવું કહેવામાં આવ્યું છે કે પંચાયતના આદેશ પર પોતાની વફાદારી સાબિત કરવા માટે વ્યક્તિએ આ રીતે ‘અગ્નિપરીક્ષા’ આપવી પડી હતી.

આ વ્યક્તિ પર તેના મોટા ભાઈની પત્ની સાથે અફેર હોવાનો આરોપ હતો. પછી ગ્રામ પંચાયતે આ વ્યક્તિને સળગતા અંગારામાંથી સળિયો બહાર કાઢવાનો આદેશ આપ્યો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયાના ઘણા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો તેલંગાણાના મુલુગુ ગામનો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે એક વ્યક્તિ હાથ જોડીને ખેતરમાં આગની પ્રદક્ષિણા કરી રહ્યો છે.

વ્યક્તિએ માત્ર પેન્ટ પહેર્યું છે. વીડિયોમાં કેટલાક લોકોનો અવાજ પણ સંભળાઈ રહ્યો છે, જેઓ તેને આવું કરવા માટે કહી રહ્યા છે. બે વાર પરિક્રમા કર્યા પછી, વ્યક્તિ ગરમ સળિયો ઉપાડે છે અને ફેંકી દે છે. આ પછી તે વ્યક્તિ ત્યાંથી નીકળી જાય છે. આ વ્યક્તિનું નામ ગંગાધર જણાવવામાં આવ્યું છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે આ વ્યક્તિએ પોતાને નિર્દોષ સાબિત કરવા માટે આ બધું કામ કરવું પડ્યું હતું.આ ઉપરાંત આ ઘટના પાછળ 11 લાખ રૂપિયાની લેવડદેવડનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.

Niraj Patel