ખબર

મેચમાં ઓસ્ટ્રેલિયાની યુવતીને પ્રપોઝ કરનાર ભારતીય શખ્સે સંભળાવી લવ સ્ટોરી, આ રીતે મળ્યા અને…

આ ભારતીય છોકરાએ કઈ રીતે ભૂરી પટાવી? બધાને જગજાહેર સંભળાવી લવ સ્ટોરી

ભારત અને ઓસ્ટ્રલિયા વચ્ચે ચાલી રહેલા વન ડે મેચ દરમિયાન થોડા દિવસ પહેલા એક ભારતીયએ ઓસ્ટ્રેલિયાની યુવતીને પ્રપોઝ કરીને બધાને ચોંકાવી દીધા હતા. આ મેચ દરમિયાન આ શખ્સે તેની ઓસ્ટ્રેલિયાની ગર્લફ્રેન્ડને જે રીતે પ્રપોઝ કર્યું હતું તે ફક્ત સ્ટેડિયમમાં હાજર રહેલા વ્યક્તિઓ જ નહીં પરંતુ લાઈવ મેચ જોનારા લોકો પણ ચોંકી ઉઠ્યા હતા. લોકો માટે આ મેચ યાદગાર બની ગયો હતો. ભારત ભલે આ મેચ હારી ગયું હોય હોય પરંતુ આ ભારતીય શખ્સે દિલ જીતી લીધું હતું. જે ભારતીય શખ્સે યુવતીને પ્રપોઝ કર્યું હતું તેનું નામ દીપેન માંડલિયા છે. તે મેલબર્નમાં રહે છે.

Image source

તો દિપેનની ગર્લફ્રેન્ડનું નામ રોજ વિબુશ છે. પ્રપોઝ કર્યા બાદ રોજે હા પાડી દીધી હતી અને તે ખુશનસીબ નજરે આવ્યો હતો. ત્યારબાદ બધા લોકો તેની પ્રેમ કહાની જાણવા માંગે છે. બંનેની મુલાકાત 2 વર્ષ પહેલા થઇ હતી. પ્રપોઝ કર્યા બાદ બંને સોશિયલ મીડિયામાં છવાઈ ગયા છે. તેનો વિડીયો અને તસ્વીર સોશીયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. દીપેને જણાવ્યું હતું કે, તેની પ્રેમ કહાનીની શરૂઆત કેવી રીતે થઇ હતી અને બંને કેવી રીતે દરરોજ મળતા હતા.દીપેને ઇન્સ્ટાગ્રામ પર 2 તસ્વીર અને એક વિડીયો શેર કરીને તેની લવસ્ટોરી લોકો સાથે શેર કરી છે.

Image source

દીપેને સોશિયલ મીડિયામાં લખ્યું હતું કે, તે અમારી જિંદગીમાં રંગ ભરી દીધો છે. 2 વર્ષ પહેલા મેલબર્ન શિફ્ટ થયો હતો. આ બાદ હું આ એપાર્ટમેન્ટમાં રહેવા લાગ્યો હતો. મને ખબર જ ના હતી કે મારી જિંદગી બદલાઈ જશે. તમારામાંથી પણ ઘણા લોકોને જુના ભાડુઆતના લેટર મળી જતા હશે. મારી સાથે પણ આ જ થયું. જે પૈકી એક નામ રોજ વિબુશનું હતું. અમે આ રીતે મળ્યા.પહેલા અમે કોફી પર મળ્યા પછી ડિનર ઉપર મળ્યા. બંને વચ્ચે હંમેશા વાતચીતનો વિષય રહેતો હતો ક્રિકેટ. રોજ દરરોજ પશ્ચિમ સિડનીથી આવતી હતી અને એક સ્વાસ્થ્ય અને ભલાઈ સંવર્ધનમાં કામ કરતી હતી.દીપેન અને રોજ બંને ક્રિકેટના મોટા ફેન છે. દીપેન ભારતીય ક્રિકેટ ટિમનો મોટો પ્રસંશક છે. જયારે રોજ ઓસ્ટ્રેલિયાઈ ટીમને પસંદ કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Dipen Mandaliya (@dipen.mandaliya)

દીપેને વધુમાં લખ્યું હતું કે, અલગ હોવા છતાં પણ અમે સાથે છીએ. જિંદગી અમારી માટે ઘણું રાખ્યું છે. ક્રિકેટ અમારી સૌથી મોટી હાઈલાઈટ પૈકી એક છે. પ્રપોઝ કરવા માટે તેનાથી બહેતર કોઈ અવસર ના હોય શકે. આજે હું ખુશનસીબ છું કે રોજ મારી સાથે છે. અત્યારે અને હંમેશા. હજુ લાંબી ઇનિંગ્સ બાકી છે. મને ખબર છે કે, ઇન્ટરનેટ પર હિટ થઇ જઈશું. લોકોને એવું આપશું કે જેનાથી તે ચીયર કરી શકે.

 

View this post on Instagram

 

A post shared by Dipen Mandaliya (@dipen.mandaliya)

દીપેન કહે છે, ‘લોકોએ અમને મોકલેલા પ્રેમ, સમર્થન અને આશીર્વાદથી અમે ખુશ છીએ. હું તમારા દરેકનો આભાર માનું છું. આભાર.’ તમને જણાવી દઇએ કે જ્યારે ટીમ ઇન્ડિયા રન બનાવી રહી હતી ત્યારે કેમેરો ટોળા તરફ વળ્યો હતો. આ સમય દરમિયાન છોકરાએ તેની ઓસ્ટ્રેલિયન ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું. તેણે છોકરીને સગાઈની રીંગ પણ આપી હતી, ત્યારબાદ યુવતીએ હા પાડી હતી. મેચ હાર્યા બાદ ભારતીય લોકોએ આ ક્ષણને તેમની સૌથી મોટી જીત ગણાવી હતી.