મોંમાંથી થૂંકીને કપડાંને ઈસ્ત્રી કરતો વૃદ્ધ માણસ, ચોરીછૂપીથી કેમેરામાં કર્યો કેદ; સામે આવ્યો વીડિયો

કપડાંને ધોયા બાદ અવાર નવાર તેમાં કરચલીઓ પડી જતી હોય છે. આ માટે લોકો કપડાને ઈસ્ત્રી કરતા પહેલા તેની પર પાણી છાટતા હોય છે. કપડાં પર પાણી છાટવાની એક રીત હોય છે પરંતુ એક વ્યક્તિએ તો એવી રીતે કપડા પર પાણી છાંટ્યુ કે લોકોના હોંશ ઉડી ગયા. હાલમાં સોશિયલ મીડિયા પર એક ક્લિપ વાયરલ થઇ રહી છે જેમાં એક વ્યક્તિ ઈસ્ત્રી કરતા કરતા મોઢામાં પાણી ભરીને કપડાં પર થુંકે છે. વીડિયોને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે જેમાં મજાકિયા અંદાજમાં કેપ્શન આપ્યું હતું કે નેચરલ વોટર સ્પ્રે.

ક્લિપમાં એક કાકા કપડાં ઈસ્ત્રી કરતા નજર આવી રહ્યા છે. ઈસ્ત્રી કરતા તે તેના મોઢામાંથી એક ઘૂંટ પાણી પીવે છે પરંતુ તેની તરસ છીપાવવા માટે નહિ પરંતુ કપડાં પર થુંકવા માટે. આ દરમ્યાન તેને બિલકુલ ફરક નથી પડી રહ્યો કે તેણે શું ખોટું કર્યું છે. તે તેના કામમાં વ્યસ્ત હતો કોઈએ પાછળથી તેનો વીડિયો બનાવી લીધો અને તેને સોશિયલ મીડિયા પર શેર કરી દીધો. તે વૃદ્ધ માણસ એક-બે નહિ પરંતુ ઘણી વખત મોઢામાંથી પાણી ભરીને કપડાં પર થુંકતો હતો.

સોશિયલ મીડિયા પર જેવો જ આ વીડિયો વાયરલ થયો તો લોકોના હોશ ઉડી ગયા હતા. વીડિયોમાં અત્યાર સુધી 1 મિલિયન કરતા વધુ વ્યૂઝ અને 1 લાખ કરતા વધુ લાઇક્સ મળી ચુકી છે. વીડિયો જોઈને લોકોમાં હડકંપ મચી ગયો છે. વીડિયો વાયરલ થતા લોકો તેમની રીતે જાત જાતની કોમેન્ટ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by THE ADULT SOCIETY (@adultsociety)

એક યુઝરે કોમેન્ટ કરી કે આ શું કરી રહ્યા છો કાકા ?. અન્ય એક યુઝરે લખ્યું ‘આ ઘૃણિત છે. મને વિશ્વાસ નથી થઇ રહ્યો કે તેને આવું કર્યું.’ અન્ય એક યુઝરે લખ્યું કે સાઈડમાં પડેલી પાણીની બોટલ એકલુ મહેસૂસ કરી રહી હશે.

Patel Meet