મહેસાણામાં મંદિરમાં થયેલ આ બાબતે લાકડીઓ-ધોકા વડે બે ભાઈ પર 6 શખસ ધોકા-લાકડીઓ લઈ તૂટી પડ્યા, કારણ

ગુજરાતમાંથી ઘણીવાર મારામારીની ઘટનાઓ સામે આવતી હોય છે. એમાંથી કેટલીક તો ઘટનાઓ એવી હોય છે જેમાં નજીવી બાબતે હુમલો કરવામાં આવતો હોય છે. ઘણીવાર મારામારીની ઘટના એટલી હદ સુધી આગળ વધી જતી હોય છે કે કેટલાકના તો મોત નિપજતા હોય છે. હાલમાં મહેસાણામાંથી એક એવી ઘટના સામે આવી છે, જેમાં મુદરડા ગામે ટેબાવાળા ઠાકોરવાસમાં સ્પીકર વગાડવા બાબતે 6 શખ્સોએ લાકડીઓ અને ધોકા વડે જીવલેણ હુમલો કર્યો હતો અને આ દરમિયાન બે ભાઇઓને ગંભીર ઇજા પહોંચી હતી. જેમાં એકનું સારવાર દરમિયાન મોત થયું હતું.

ઘટનાની વિગત જોઇએ તો, મંગળવારના રોજ સાંજે 7 વાગ્યે મુદરડાના ટેંબાવાળા ઠાકોરવાસમાં રહેતા અજીતજી ઠાકોર નાના ભાઇ જસવંતજી ઠાકોર સાથે ઘરના કમ્પાઉન્ડમાં આવેલા મેલડી માતાજીના મંદિરે દીવો કરી રહ્યા હતા.  આ દરમિયાન તેમના જ મહોલ્લાના સદાજી ઠાકોર રસ્તા પર આવી ગયા અને અજીતજી ઠાકોરને કહ્યુ કે, સ્પીકર કેમ વગાડે છે. આના જવાબમાં અજીતજીએ કહ્યુ કે, માતાજીનો દીવો કર્યો હોવાથી સ્પીકર વાગતાં હતા. આવી નજીવી બાબતે ઉશ્કેરાઇ જઇ સદાજી ઠાકોર સહિત 6 લોકોએ લાકડી અને ધોકા વડે બંને ભાઇઓને ઢોર માર માર્યો હતો.

આ દરમિયાન ઘરે હાજર ભાણો વિજય કટોસણ કામ અર્થે ગયો હતો અને તેના મમ્મી હંસાબેનને ફોન કરી મારામારી અંગે જાણ કરી હતી. આ બાબતને લઇને હંસાબેને 100 નંબર પર ફોન કરી પોલીસને આ વાતની જાણ કરી હતી અને ઘટનાની જાણ થતા જ લાંઘણજ પોલીસ સ્ટાફ મુદરડા ગામે દોડી આવ્યો હતો અને ઇજાગ્રસ્તોને 108ની મદદથી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ત્યારે ઇજાઓ ગંભીર હોવાને કારણે બંને ભાઇઓને પ્રાથમિક સારવાર બાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા હતા. જ્યાં જસવંતજી ઠાકોરને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

આને પગલે મુદરડા ગામમાં શોકની લાગણી વ્યાપી ગઇ હતી અને પરિવારમાં પણ દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. આ મામલે લાંઘણજ પોલીસે હુમલો કરનાર 6 શખ્સો વિરુદ્ધ હત્યા અને રાયોટિંગનો ગુનો નોંધી ધરપકડનાં ચક્રો ગતિમાન કરાયાં હોવાનું પોલીસે જણાવ્યુું હતું. જે 6 શખ્શો વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો, તેમાં સદાજી રવાજી ઠાકોર, વિષ્ણુજી રવાજી ઠાકોર, બાબુજી ચેલાજી ઠાકોર, જ્યંતીજી રવાજી ઠાકોર સહિત જવાનજી ચેલાજી ઠાકોર અને વિનુજી ચેલાજી ઠાકોરનો સમાવેશ થાય છે.

 

Shah Jina