સિંહના બચ્ચાને કુરકુરિયાને જેમ પુચકારવું આ ભાઈને પડ્યું ભારે, કર્યા એવા હાલ કે ડરના માર્યા… જુઓ વીડિયો

સિંહ જંગલનો રાજા કહેવામાં આવે છે અને જંગલના પ્રાણીઓ પણ સિંહને જોતા જ થરથર કંપવા લાગતા હોય છે. ત્યારે માણસની શું ઓકાત કે સિંહની સામે ઉભો રહી શકે. ઇન્ટરનેટ ઉપર ઘણા વીડિયો વાયરલ થતા હોય છે જેમાં સિંહનું રૌદ્ર રૂપ પણ જોવા મળે છે. સિંહ ભલે ગમે તે ઉંમરનો હોય પરંતુ એ સિંહ જ કહેવામાં આવે છે. સિંહની સળી કરવી ભારે પણ પડી શકે છે જેનું તાજું જ ઉદાહરણ એક વાયરલ વીડિયોમાં જોવા મળ્યું.

એક વ્યક્તિ સિંહના બચ્ચાને શ્વાનના બચ્ચાની જેમ પુચકારી રહ્યો હતો. પણ ભાઈ… તે નાનકડા સિંહે તેને કહ્યું કે તેને જંગલનો રાજા કેમ કહેવામાં આવે છે! વાત એવી છે કે જેવો માણસ સિંહના બચ્ચાનું માથા પર હાથ ફેરવવાનો પ્રયાસ કરે છે કે તરત જ બચ્ચું તેના પર ત્રાટક્યું જેનો ડર માણસના ચહેરા પર સ્પષ્ટ જોઈ શકાય છે.

આ વિડિયો ક્યારે અને ક્યાં શૂટ કરવામાં આવ્યો હતો તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. પરંતુ આ વીડિયો જોઈને એક વાત સ્પષ્ટ થાય છે કે સિંહના બચ્ચા સાથે છેડછાડ કરવી ભારે પડી શકે છે. આ વાયરલ ક્લિપમાં એક માણસ સિંહના બચ્ચા સાથે રીલ બનાવતો જોઈ શકાય છે. સિડાન કારની પાછળ બે સિંહના બચ્ચા બેઠા છે. એક માણસ તેને શ્વાનના બચ્ચાની જેમ પુચકારી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Md Gulzar (@basit_ayan_3748)

અચાનક એક બચ્ચું ગુસ્સે થઈ જાય છે. તે કેમેરા તરફ જોઈને ખતરનાક અભિવ્યક્તિઓ આપે છે. આવી સ્થિતિમાં, જેમ જ વ્યક્તિ તેને શાંત કરવાનો પ્રયાસ કરે છે, પરંતુ બચ્ચું તેના ઉપર ઝાપટ મારે છે. પેલા માણસે પણ તરત જ ડરીને હાથ પાછો ખેંચી લીધો. આ જોઈને ઘણા યુઝર્સે લખ્યું કે તે સિંહનું બાળક છે, તેની સાથે મસ્તી ન કરવી. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ આ વીડિયો પર અલગ અલગ પ્રતિભાવ આપતા જોવા મળે છે.

Niraj Patel