રીલ માટે યુવકે ચાલુ ટ્રેનમાં હવામાં હાથ લહેરાવ્યો, મળ્યું દર્દનાક મોત, જુઓ વીડિયો

56 ની છાતી વાળા જ આ વીડિયો જોજો, રીલ બનાવામાં મળ્યું દુનિયાનું સૌથી ભયાનક મોત…

આજે લોકોને કોઈપણ રોતે સોશિયલ મીડિયામાં ફેમસ થવું છે અને તેના માટે ઘણા લોકો એવા એવા સ્ટન્ટ કરતા હોય છે જેને જોઈને આપણા પણ રૂંવાડા ઉભા થઈ જતા હોય છે. ઘણીવાર લોકો વીડિયો બનાવવા માટે પોતાનો જીવ પણ જોખમમાં મૂકી દેતા હોય છે, આવા વીડિયો બનાવવા ચક્કરમાં ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે તો ઘણા લોકો મોતને પણ ભેટ્યા છે, ઘણીવાર આવા વીડિયો જિંદગીના અંતિમ વીડિયો પણ બની જતા હોય છે.

હાલ આવી જ એક ઘટના સામે આવી છે, જેમાં યુવકને રીલ બનાવવાનો શોખ તેને જ ભારે પડ્યો અને આ વીડિયો પણ તેના જીવનનો અંતિમ વીડિયો બની ગયો. વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એક યુવક ચાલુ ટ્રેનમાં સ્ટન્ટ કરી રહ્યો છે. તે ફૂલ સ્પીડમાં જતી ટ્રેનના દરવાજાની બહાર પોતાનું શરીર કાઢીને દિલ ધડક સ્ટન્ટ કરતો જોવા મળે છે. આ જોઈને જ કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જાય.

આ સમગ્ર ઘટના પાછળથી કોઈ પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી રહ્યું છે. યુવકને પણ ખબર નથી કે આ સ્ટન્ટ તેના માટે ભારે પડી શકે છે. તે દરવાજાની બહાર પોતાનું શરીર કાઢીને ઉભો હોય છે ત્યારે જ ટ્રેકની બાજુના એક થાંભલા સાથે તે જોરદાર રીતે અથડાય છે અને ટ્રેનમાંથી નીચે પટકાય છે અને મોતને ભેટે છે. આ ઘટનાની જાણ તથા જ મુસાફરો ટ્રેન રોકાવે છે અને તાત્કાલિક સ્ટેશન માસ્ટરને પણ જાણ કરવામાં આવે છે.

આ ઘટના પંજાબના લુધિયાણાની જણાવવામાં આવી રહી છે. જેમાં લુધિયાણાથી અંબાલા જવા વાળી માલવા એક્સપ્રેક્સમાં આ ઘટના બની હતી, ઘટનાની જાણ થતા જ તાત્કાલિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને યુવકના મૃતદેહને ખન્નાની હોસ્પિટલના શબઘરમાં પહોંચાડવામાં આવ્યો હતો. પોલીસ હાલ યુવકની ઓળખ કરવાનો પ્રયાસ કરી રહી છે.આ મામલો 6 સપ્ટેમ્બર સાંજે 4 વાગ્યાનો જણાવવામાં આવ્યો છે, જેનો વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel