આનંદેશ્વર મંદિરમાં પેંટની ચેન ખોલીને લાઇનમાં લાગ્યો હતો માથા ફરેલો, મહિલાઓ સાથે કરી રહ્યો હતો અશ્લીલતા
ગુજરાત સહિત દેશભરમાંથી ઘણીવાર ધાર્મિક જગ્યાએથી એવી ઘટના સામે આવે છે કે કોઇ પણ હેરાન રહી જાય. ત્યારે હાલમાં યુપીના કાનપુરથી એક શરમજનક ઘટના સામે આવી છે. ધાર્મિક સ્થળ પર દુષ્કર્મના કૃત્યથી લોકો ચોંકી ઉઠ્યા છે. કાનપુરમાં આનંદેશ્વર મંદિરમાં મહિલાઓની લાઈનમાં એક પાગલ પોતાના પેન્ટની ઝિપ ખોલી દર્શન કરવા માટે ઊભો હતો. આ માથા ફરેલો વ્યક્તિ મહિલાઓને પાછળથી ધક્કો મારીને અશ્લીલ હરકતો કરી રહ્યો હતો, ત્યારે જ તેની બાજુમાં લાઈનમાં એક છોકરી પણ હતી. જ્યારે યુવતીની નજર તે વ્યક્તિ પર પડી તો તેણે વિરોધ કર્યો.
મંદિરમાં પેન્ટની ચેન ખોલી કરી અશ્લીલ હરકતો
આ પછી લાઈનમાં લાગેલા અન્ય ભક્તો અને સેવકોની મદદથી તેને પકડવામાં આવ્યો અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી અને પોલિસે તેની ધરપકડ કરી. જુહી વિસ્તારના મિલિટરી કેમ્પમાં રહેતી યુવતી આનંદેશ્વર મંદિરમાં સેવા સમિતિની સભ્ય છે. રવિવારે સાંજે તે બાબા આનંદેશ્વરના દર્શન કરવા મંદિરમાં કતારમાં ઉભી હતી. આ દરમિયાન બાજુની લાઇનમાં એક વ્યક્તિ હતો, જે પેન્ટની ચેન ખોલીને મહિલાઓ સાથે અશ્લીલ હરકતો કરી રહ્યો હતો. પરંતુ શરમના કારણે લાઈનમાં ઉભી રહેલી મહિલાઓ તેના આ કૃત્યનો વિરોધ કરી રહી નહોતી.
માર મારી કરાયો પોલિસને હવાલે
યુવતીનું કહેવું છે કે આ સમગ્ર ઘટના મંદિર પરિસરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. લાઈનમાં ઉભેલા એક વ્યક્તિએ પણ તેને અશ્લીલ હરકત કરતા જોયો હતો. આ પછી મંદિરના સેવકો અને ભક્તોની મદદથી બદમાશને પકડવામાં આવ્યો અને માર માર્યા બાદ તેને પોલીસને હવાલે કરાયો. આ ઘટના સામે આવ્યા બાદ મંદિર પ્રશાસન કડક બની ગયું છે. મહિલાઓની લાઈનમાં કોઈ પુરૂષને ઉભા રહેવા દેવામાં આવશે નહીં. યુવતીના કહેવા પ્રમાણે, આ ધાર્મિક આસ્થા સાથે રમત છે. ધાર્મિક સ્થળોએ આવા કૃત્ય કરનારાઓને કડક સજા થવી જોઈએ. પોલીસે આરોપીઓ સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.