મિત્રના લગ્નમાં આ ભાઈએ કર્યો એવો ડાન્સ કે IPSને કહેવું પડ્યું, “ટ્રેનિંગ પુરી કરીને સીધો જ વરઘોડામાં પહોંચી ગયો જવાન !” જુઓ વીડિયો

સોશિયલ મીડિયાની અંદર રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયો એવા હોય છે જે પેટ પકડીને હસાવતા હોય છે, અને લોકો પણ આવા વીડિયોને જોવાનું ખુબ જ પસંદ કરતા હોય છે, ત્યારે લગ્નની અંદર વરઘોડામાં ઘણીવાર લોકો એવા હાસ્યસ્પદ ડાન્સ કરે છે કે તેને જોઈને આપણે પણ આપણું પેટ પકડી લઈએ.

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ એવો ડાન્સ કરી રહ્યો છે જેને જોઈને એવું લાગે જાણે કે આ ભાઈ સીધો જ આર્મીની ટ્રેનિંગમાંથી વરઘોડામાં ડાન્સ કરવા આવી ગયો હોય. આ વ્યક્તિ આર્મીની પરેડ અને સલામી આપતો હોય તે પ્રકારનો ડાન્સ કરી રહ્યો છે.

આ વીડિયો IPS દીપાંશુ કાબરાએ ટ્વિટર પર શેર કર્યો છે. તેને શેર કરતાં તેમણે લખ્યું કે “ટ્રેનિંગ પૂરી થતાં જ યુવક મિત્રના વરઘોડામાં પહોંચી ગયો છે.”  વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે વરઘોડા દરમિયાન જ્યારે બેન્ડવાળા ધૂન વગાડી રહ્યા છે ત્યારે આ જવાન ડાન્સ કરતો જોવા મળે છે. આ ઉપરાંત તે વ્યક્તિને ખબર નથી કે તે ક્યાંથી આવે છે અને નાચવા લાગે છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે આ વ્યક્તિ ખૂબ જ ઉત્સાહથી ડાન્સ કરી રહ્યો છે. તે પરેડ અને પીટી કરતો હોય તેવી રીતે ડાન્સ કરી રહ્યો છે. ડાન્સ દરમિયાન વ્યક્તિ એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે અને પછી ક્યારેક પરેડ કરે છે તો ક્યારેક પીટી કરવા લાગે છે. આટલું જ નહીં ક્યારેક તે સલામ પણ મારવા લાગે છે. તેના જુદા જુદા ડાન્સ સ્ટેપ જોઈને આસપાસના લોકો પણ હસવા લાગે છે.

આ દરમિયાન વ્યક્તિનો ડાન્સ જોઈને અન્ય વ્યક્તિ તેના કાન પાસે આવે છે અને કંઈક કહે છે, તો પણ તે પોતાનો ડાન્સ રોકતો નથી. આ વીડિયો પોસ્ટ થતાની સાથે જ વાયરલ થઈ ગયો હતો. અન્ય ઘણા લોકોએ પણ આ અંગે પ્રતિક્રિયા આપી છે. આ ડાન્સ વીડિયો લોકોને પેટ પકડીને હસાવવા માટે મજબુર કરી રહ્યો છે.

Niraj Patel