ખબર

30 હજારનું લેપટોપ મળતું હતું 2 હજારમાં, આ ભાઈએ ઓર્ડર કર્યું હવે રડી રહ્યો છે…આ લેખ વાંચો નહિ તો આવશે પસ્તાવાનો વારો

આજના જમાના પ્રમાણે લોકોમાં ઓનલાઇન શોપિંગનો ક્રેઝ વધી ગયો છે. તો ઘણા લોકોએ ઓનલાઇન શોપિંગ ના કરી પણ વિન્ડો શોપિંગ તો જરૂરથી કરી હોય. ફેસ્ટિવલની સીઝનમાં ઓનલાઇનનો સેલનો રાફડો ફાટી નીકળે છે.

પરંતુ આજના સમય પ્રમાણે કયારેક ઓનલાઇન ખરીદેલી વસ્તુઓ પર રોવાનો વારો પણ આવે છે. હાલમાં જ એક યુવકે ખોટી વેબસાઈટ પરથી ઓર્ડર કરી દીધો હતો.

હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો છે. મૂળ ગોરખપૂરનો અને દિલ્લી રહી પરીક્ષાઓની તૈયારી કર્યો પ્રતીક નામનો યુવક આ છેતરપિંડીનો ભોગ બન્યો છે. પ્રતીકને 2 ઓક્ટોબરે રાતે 1 વાગ્યે એકનોટિફિકેશન આવ્યું હતું. આ નોટિફિકેશનમાં ફોન અને લેપટોપ પર 97% સુધીની છૂટ મળતી હતી.આ ઓફરનો લાભ ઉઠાવવા માટે તેને જ લેપટોપ બુક કરી દીધું હતું. ઓફરના કારણે તેને આ લેપટોપ 2099માં મળ્યું હતું. આ લેપટોપનું ઓનલાઇન પેમેન્ટ પણ કરી દીધું હતું. પરંતુ ત્યારબાદ તેને flipkart એકાઉન્ટ ખોલ્યું તો ત્યાં ઓર્ડર હતો જ નહીં. પરંતુ થોડા સમય બાદ તેને સમજ ના પ[ડી આખરે તેની સાથે શું થયું ?

ત્યારબાદ તેને જોયું તો આ નોટિફિકેશન flipkart પરથી નહિ પરંતુ filpkart પરથી આવ્યું હતું. આ સ્પેલીંગમાં કોઈ પણ માણસ છેતરાઈ શકે છે.

જો તમે પણ સસ્તી વસ્તુની લાલચમાં ઓનલાઇન ઓર્ડર કરતા હોય તો તમે પણ આ ભોગ બની શકો છો. ક્યારે પણ ઓનલાઇન ખરીદી કરતી વખતે ચેક કરીને જ ઓનલાઇન પેમેન્ટ કરવું. નહીં તો તમને પણ આ રીતે ચૂનો લાગી શકે છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.