ખબર

પિઝ્ઝા ઓર્ડર કર્યા અને બેન્ક એકાઉન્ટમાંથી 95 હજાર કપાઈ ગયા

બેંગલુરુની એક વ્યક્તિને પિઝ્ઝા મંગાવવા એટલા મોંઘા પડયા કે હવે એ જીવનમાં ભાગ્યે જ પિઝ્ઝા ઓર્ડર કરશે. આ વ્યક્તિએ ઓનલાઇન પિઝ્ઝા ઓર્ડર કર્યા અને ઓર્ડર કર્યાના બે કલાકમાં જ લગભગ લાખ રૂપિયાનો ચૂનો લાગી ગયો. હવે આ વ્યક્તિ સમજી શકતો નથી કે તેની સાથે આ છેતરપિંડી કેવી રીતે થઈ.

Image Source

1 ડિસેમ્બરની મોડી સાંજે કોરમંગલામાં રહેતા એક વ્યક્તિએ પિઝ્ઝા ઓર્ડર કરવા માટે તેના મોબાઇલ પર ઓનલાઇન ફૂડ ડિલીવરી એપ્લિકેશન ખોલી અને પિઝ્ઝા ઓર્ડર કર્યા. પરંતુ જ્યારે એક કલાક સુધી પિઝ્ઝા ના આવ્યો ત્યારે એનું મગજ છટક્યું અને તેને ઇન્ટરનેટ પરથી, ઓનલાઇન પિઝ્ઝા ડિલિવરી શોપનો નંબર શોધ્યો અને ફોન કર્યો. તો કસ્ટમરકેર પરથી જવાબ મળ્યો કે તેઓ અત્યારે પિઝ્ઝા નહિ મોકલી શકે. પરંતુ તમે ચિંતા ન કરો તમારા પૈસા પાછા આપી દઈશું.

Image Source

એ પછી શું થયું એ જણાવતા આ વ્યક્તિ કહે છે કે જ્યારે મેં તેમને ફોન કર્યો ત્યારે તેઓએ કહ્યું કે તેઓ પિઝ્ઝા મોકલી શકશે નહિ, પણ મોબાઈલ પર એક લિંક મોકલી રહયા છે કે જેના પર ક્લિક કરીને બધી જ ડીટેલ ભરી દેજો તો તરત જ તમારા પૈસા પાછા મોકલી દઈશું. મેં તરત જ તે લિંક પર ક્લિક કર્યું અને મારા બેંક ખાતામાંથી 45 હજાર રૂપિયા કપાઈ ગયા. અને હું કશું પણ સમજી શકું અને પોતાના પૈસા બીજા કોઈના એકાઉન્ટમાં મોકલું ત્યાં સુધીમાં તો મારા એકાઉન્ટમાંથી બીજા 50 હજાર ઉપડી ગયા.

આ પછી, આ વ્યક્તિએ સાયબર ક્રાઇમ સેલમાં પોલીસને ફરિયાદ કરી હતી. તેણે કહ્યું કે તેણે આ પૈસા તેની માતાની સારવાર માટે રાખ્યા હતા. હાલ તો પોલીસે પણ આ વ્યક્તિની ફરિયાદ નોંધી લીધી છે અને તપાસ ચાલુ છે. પણ આ પ્રકારની ઓનલાઇન છેતરપિંડીમાં ઠગ વિશે ભાગ્યે જ ખબર પડે છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.