ઓનલાઇન ઓર્ડર કરવો આ ભાઇને પડી ગયો મોંઘો, Onion Ringsની જગ્યાએ જે વસ્તુ આવી તે જોઇ તમે પણ હસી હસીને લોથપોથ થઇ જશો- જુઓ વીડિયો

સોશિયલ મીડિયા વાયરલ વીડિયોનું હબ બની ગયુ છે. અહીં કોઇ પણ વીડિયોને વાયરલ થતા વાર નથી લાગતી. એ વીડિયો પછી ફની હોય કે અન્ય કોઇ… શું તમારી સાથે એવું થયુ છે કે તમે ઓનલાઇન ખાવાનું ઓર્ડર કર્યુ હોય અને તમે તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા હોય. પરંતુ પેકેટ ખોલવા પર જે વસ્તુ મંગાવી હોય તે ન નીકળે તો…હાલમાં આવું જ એક યુવક સાથે થયુ છે. દિલ્હીના રહેવાસી ઉબેદુ નામના યુવકે ઈન્સ્ટાગ્રામ પર પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. ડિલિવરીમાં જે મળ્યું તે જોઈને ઓર્ડર આપનાર યુવક ગુસ્સે થવાની જગ્યાએ હસ્યો.

ઇન્સ્ટાગ્રામ યુઝર અલી ઝફર-ઝૂમ (ઉબેદુ_15) એ એક રીલ શેર કરી અને લખ્યું, “મિત્રો, મેં Onion rings મંગાવી હતી અને મને મળી ગઈ.” આ પછી, તે મોબાઈલ કેમેરા ફેરવીને હસ્યો. તેને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ હસી રહ્યા છે. વિડિયોમાં ઉબેદુએ બતાવ્યું કે કાપેલી કાચી ડુંગળી એક બાઉલમાં રાખવામાં આવી હતી. યુવકે 59 રૂપિયામાં Onion rings મંગાવી હતી અને તેના પાર્સલમાં કાચી ડુંગળી આવી મોકલવામાં આવી હતી.

જો કે, ઉબેદુએ રેસ્ટોરન્ટના નામનો ઉલ્લેખ કર્યો નથી. પરંતુ લોકોને પણ આ વીડિયો જોઇ નવાઈ લાગી. ઓનલાઈન વીડિયો શેર થયા બાદ આ વીડિયોને 56K વાર જોવામાં આવ્યો છે. ઇન્સ્ટાયૂઝર્સ આ ફની વિડિયો ખાલી જોઈ રહ્યા નથી પરંતુ હસવાના ઈમોજી પણ કોમેન્ટમાં શેર કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, ‘શાબાશ તમે ભીંડી મંગાવી નથી.’

 

View this post on Instagram

 

A post shared by UbaidU (@ubaidu_15)

અન્ય એક યુઝરે કોમેન્ટમાં લખ્યું, “ટેક્નિકલી રેસ્ટોરન્ટ્સ ખોટા નથી. તેઓએ તમને ઓનિયન રિંગ્સ જ મોકલી છે. પરંતુ કોમેન્ટમાં અન્ય વ્યક્તિએ કોમેન્ટ કરી, “ચેક કરો, તેઓએ તમને ચણાનો લોટ અને તેલ પણ આપ્યું હશે…”

Shah Jina