પ્રદિપ પ્રજાપતિ લેખકની કલમે

મનનો સત્યાગ્રહ, પ્રકરણ : 7 – પ્રેમ , રોમાન્સ અને સસપેન્સ…દેશ વિદેશની ધરતી પર કંડારાયેલ આ અદભૂત નવલકથા વાંચવાનું ચૂકતા નહી….

મને એક ભાઈએ રોક્યો અને કહ્યું, “સર અભી મિટિંગ મેં હૈ !” હું અશાંત હતો અને નિશાની ચિંતા માથે હતી. ચારેબાજુ ભયના ભણકારા વાગતા હતા અને આ ભય કંઈક અલગ હતો ! મને એ લોકોએ પકડીને એક તરફ બેસાડ્યો અને મારા સાથીઓને પણ એ મારી સાથે જ બેસાડ્યા.મેં પૂછ્યું, “સર અંદર હૈ તો લાઈટ ક્યુ બંધ હૈ !” એ બન્ને લોકો સામસામે હસવા લાગ્યા અને એમાંથી એક બોલ્યો,”સર સબકે સાથ ઐસે હી મિટિંગ કરતે હૈ.” “પર લાઈટ બંધ કરકે કોન મિટિંગ કરતા હૈ ?” મારો રોષ વધતો હતો અને એ લોકો એમના ગુસ્સા પર કંટ્રોલ કરતા હતાં.
હું આગળ કંઈ જ ન બોલ્યો એમ પણ ભેંસ આગળ ભાગવત શું કામની ? એ લોકોનો અડ્ડો પણ મોર્ડર્ન હતો, મેં આજ સુધી આવો ગુંડાનો અડ્ડો નહોતો જોયો. થોડીવાર બાદ કોઈ વ્યક્તિનો અવાજ આવ્યો અને અવાજ કેફે માંથી આવતો હતો. અવાજ ધીમે ધીમે વધતો જતો હતો. મારા મનમાં ઘણાં વિચારો આવતા હતા અને આ વિચારો વચ્ચે એક વિચાર આવ્યો કે એ માણસનો અવાજ મેં ક્યાંક સાંભળેલો છે ! પણ ક્યાં ? એ માણસ સામે આવ્યો અને જોયું તો રાકેશ હતો ! મારા સાથીઓએ મારી સામે જોયું અને મેં હકારમાં ઈશારો કર્યો. રાકેશ મારો જૂનો સાથી અને સિક્રેટ એજન્ટ પણ હતો. એની ચાલાકીના વખાણ બધા જ કરતા હતા.
શું રાકેશ ડી.ક્યુ સાથે મળેલો હશે ? ના, આવું ન હોવું જોઈએ, અને જો આવું હશે તો નિશા….? રાકેશે અમારી સામે જોયું અને એની આંખો ફાટી ગઈ અને ત્યારે જ ડી.ક્યુના રૂમ માંથી ફાયરિંગનો અવાજ આવ્યો ! વર્ષોથી શાંત રહેતા પાણીમાં કોઈએ પથ્થર માર્યો હોય એવી રીતે હું ઉભો થયો અને બુટ માંથી રિવોલ્વોર કાઢીને પહેલી ગોળી રાકેશને મારી ! ડી.ક્યુના બધા જ સાથીઓ રૂમ તરફ ભાગતા હતા અને હું પણ એમની સાથે રૂમમાં ગયો અને મારા સાથીઓએ પણ ફાયરિંગ કર્યું. રૂમમાં ઘોર અંધારું હતું, ઘોર અંધારામાં મને એક મોટા માણસની આકૃતિ દેખાઈ અને મેં એને ગોળી મારી અને લાઈટ ચાલુ કરી અને ડી,ક્યુના બધા જ સાથીઓને એક એક કરીને ગોળી મારી ! અચાનક હ્ર્દયના ધબકારા વધી ગયા અને મેં પાછળ ફરીને જોયું તો નિશા બેડ પર ઉંધી સૂતી હતી. હું એની નજીક ગયો અને બોલ્યો, “નિશા..નિશા….” પણ નિશાએ કંઈ જવાબ ન આપ્યો અને મનમાં બસ નિશાનો જ ચહેરો દેખાતો હતો ! મેં નિશાને સીધી કરી અને જોયું તો એને કોઈએ ગોળી મારી હતી !
કોઈ જીવતા માણસના શરીર માંથી હૃદય કાઢી નાખીએ તો શું થાય ? એવી મારી હાલત થી ગઈ…! પાછળ ડી.ક્યુનો પર્સનલ બોડીગાર્ડ આવ્યો અને મારી સામે ગન તાણીને ઉભો રહ્યો. મારા મનમાં ગુસ્સાનો જ્વાળામુખી ફાટ્યો અને મેં એના શરીરમાં બંદૂકની બધી જ ગોળીઓ મારી દીધી અને નિશાનો હાથ પકડીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યો ! આજુબાજુનું વાતાવરણ સ્તબ્ધ થી ગયું હતું અને એવામાં કોઈએ મને માથાની પાછળ કંઈક માર્યું અને હું ઢળી પડ્યો અને બેડના નીચે જોયું તો ડી.ક્યુની લાશ પડી હતી ! હું મારા મનમાં બોલતો હતો કે ડી.ક્યુ મરી ગયો ! મારી આંખો ધીમે ધીમે બંધ થતી હતી અને એવામાં ડી.ક્યુનો અવાજ સંભળાયો અને એ એના સાથીઓ સાથે વાત કરતો હતો, “ચલો જલ્દી સે એ સારા રૂમ સાફ કરો, મુજે સોના હૈ !” મનમાં થયું કે આવા કુતરાઓને મારવા માટે પણ કુતરા બનવું પડશે. મારી આંખ બંધ થવાની હતી, મને બધુ જ દેખાતું હતું પણ કંઈક અલગ જ લાગતું હતું. જાણે હું હમણાં મરી જઈશ, યમદૂત આંગણે બેઠા હોય એવો સન્નાટો હતો. મને બે ત્રણ લોકોએ ઉપાડ્યો અને કોઈએ જોરથી બૂમ પાડી અને આંખોની ચારે બાજુ અંધારું જ અંધારું !
ચારેબાજુથી માત્ર દુર્ગંધ જ આવતી હતી, મારી આંખ ખુલી અને એક કૂતરું મારા પગ ચાટતું હતું. આવી દુર્ગંધ મેં પેલા ક્યારેય નહોતી અનુભવી. તડકો મારી આંખોને ઢાંકતો હતો. ઉભા થઈને જોયું તો હું એક મોટા ઉકરડામાં હતો ! દૂર દૂર સુધી માત્ર કચરો જ દેખાતો હતો. હું ઉભો થયો અને કોઈ રસ્તો શોધવાનો પ્રયત્ન કર્યો. મારા હાથમાં અને માથામાં સખત દુખાવો થતો હતો. હું જેમ જેમ ચાલતો એમ એમ અકળામણ થતી. હું એક રોડ પર પહોંચ્યો અને એક રીક્ષાનેમ એ હાથ કર્યો, પણ એ ઉભો ન રહ્યો. મારી નજર રીક્ષાની નંબર પ્લેટ પર ગઈ અને જોયું તો ગુજરાત….!
ઓહ માય ગોડ હું ગુજરાતમાં છું ! થોડો ચાલ્યો અને નજીકમાં એક બે શેરી હતી, હું ત્યાં ગયો અને એક ભાઈને પૂછ્યું, “ભાઈ આ કયું ગામ છે ?” એ ભાઈએ માવો થુક્યો અને બોલ્યો, “ગાંડા થઈ ગયા છો કે શું ? આ અમદાવાદ સે…અમદાવાદ !” મારા મનમાં સવાલોનો વરસાદ શરું થઈ ગયો. હું અહીંયા કેમ આવ્યો ? મને કોણ છોડી ગયું ? અને મારી સાથે શું થયું હતું ? મારું માથું સખત દુખતું હતું અને કારણ કે મને કંઈ જ યાદ નહોતું આવતું, બસ કેટલાક પડછાયા ફર્યા કરતાં ! મેં મારા ખિસ્સામાં હાથ નાખીને જોયું તો સાત હજાર રૂપિયા હતાં. હું નજીકના દવાખાને ગયો અને ત્યાં એક ડૉક્ટર પાસે સારવાર લીધી અને મેં પૂછ્યું, “મેડમ, તમારું નામ ? એ બોલી, ડૉ.નિશા પટેલ અને મારી આંખો સામે અંધારું છવાઈ ગયું !

લેખક : પ્રદિપ પ્રજાપતિ & આરતી સિધ્ધપુરા
Author: GujjuRocks Team

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.