પ્રદિપ પ્રજાપતિ લેખકની કલમે

મનનો સત્યાગ્રહ : પ્રકરણ ૪ – સસ્પેન્સ, લવ , રોમાન્સ અને થ્રીલરથી ભરપૂર આ નવલકથા એકવાર તો વાંચવા જેવી છે…..તો વાંચોને તમારા મિત્રોને પણ વંચાવો !!!

પ્રકરણ 1 વાંચવા માટે અહીં ક્લિક કરો 👉 Part 1
પ્રકરણ 2 વાંચવા માટે અહીં ક્લિક કરો 👉 Part 2
પ્રકરણ 3 વાંચવા માટે અહીં ક્લિક કરો 👉 Part 3

હું અને નિશા હોટેલના રૂમમાં હતાં અને મેં નિશાને શાંત રહેવા કહ્યું અને મેં મારી ગન લોડ કરી ! મેં નિશાને એક સાઈડમાં ઉભા રહેવા કહ્યું અને એ એક સાઈડમાં ઉભી રહી અને હું આખો રૂમ ચેક કરવા લાગી ગયો ! આખા રૂમમાં મને કંઈક તો અજુગતું લાગતું હતું. મેં ટીવી કબાટની નીચે જોયું અને અંદર હાથ નાંખીને એક રીસીવર કાઢ્યું ! નિશા કંઈક બોલવા જતી હતી અને એ કંઈ બોલે એ પહેલા મેં એને ચૂપ રહેવા કહ્યું. હું રૂમની બારી તરફ ગયો અને કાચ ખોલીને એ ચિપને દૂર ફેંકી દીધું !
નિશા બોલી, “અશોક આ શું હતું ?” મેં કહ્યું, “આ એક એડવાન્સ માઈક્રો ચિપ હતું, જે આપણાં અવાજ રેકોર્ડ કરી શકે છે અને આપણું લોકેશન પણ ટ્રેસ કરી શકે છે !” નિશા બોલી, “અશોક આ કોણે લગાવ્યું હશે ?” “ડી.ક્યુ સિવાય કોણ હોય !” નિશાએ કહ્યું, “અશોક તને ખબર કેમ પડી કે અહીંયા માઇક્રોચીપ છે ?” મેં કહ્યું, “નિશા, આપણે જ્યારે બહાર નીકળ્યા હતાં ત્યારે મેં ટુવાલ નીચે નાખ્યો હતો અને હોટેલના સ્ટાફને પણ કહ્યું હતું કે આ રૂમ ક્લીન ન કરજો, અને આપણે આ રૂમમાં આવ્યા ત્યારે આ ટુવાલ બેડ પર હતો. એટલે ખબર પડી ગઈ કે રૂમમાં કોઈક તો આવ્યું જ છે !” નિશાએ કહ્યું, “અશોક તો ચાલ ફટાફટ આપણે હોટેલના સ્ટાફ સાથે પૂછપરછ કરીએ !” મેં કહ્યું, “નિશા આપણી પાસે એટલો સમય નથી…ડી.ક્યુ મુંબઈ જતો રહ્યો છે તો આપણે પણ મુંબઈ જ જઈએ !”
“નિશા એક કામ કર…તું વેસ્ટર્ન કપડાં પહેરીલે અને હું પણ બિઝનેસમેન જેવા કપડાં પહેરી લઉં !” નિશાએ કહ્યું, “પણ અશોક, મુંબઈમાં તો આપણું હેડક્વાર્ટર છે તો આપણે શા માટે રૂપ બદલીને જઈએ ?” મેં કહ્યું, “નિશા આપણે આપણો લુક મુંબઈ માટે નથી બદલતાં !” નિશા બોલી, “તો…?” “આપણે મુંબઈ જઈએ છે એ વાતની ખબર કોઈને ન પડવી જોઈએ, અને મને તો એમ લાગે છે કે ડી.ક્યુના માણસો આપણા ઉપર સતત નજર રાખીને બેઠા છે !”

નિશાએ કહ્યું, “સમજી ગઈ !” હું એક બિઝનેસમેન જેવો દેખાઉં એ રીતના કપડાં પેર્યા. નિશાએ કહ્યું, “અશોક આ વનપીસની ઝીપ બંધ કરી આપ ને !” મેં કહ્યું, “હા…!” હું અને નિશા તૈયાર થયા અને બધો જ સમાન પેક કર્યો અને રૂમની બહાર નીકળ્યા અને બહાર જોયું તો એક વેઈટર ઉભો હતો અને અમને જોઈને બોલ્યો, “સર…આપ ચેક આઉટ કર રહે હો…?” મેં કહ્યું, “યસ..” એ બોલ્યો, “સર આપને અભી તક સબકુછ નહીં દેખા….ઔર આપ જકાર્તા ભી ઘુમને નહીં ગયે ?” એ વેઈટર અમને પરોક્ષ રીતે બહાર જતાં રોકતો હતો..! મેં મારો સમાન એને આપ્યો અને અમે લિફ્ટમાં બેઠા અને એ મેં કહ્યું, “આપ ઇન્ડિયા સે હો ?” એણે કહ્યું, “હા સર…મેં દિલ્હી કા હી હું…! મારો શક હવે વિશ્વાસમાં ફેરવાઈ ચુક્યો હતો અને મેં કહ્યું, “આપકો મૈને કભી દેખા નહીં !” એ વેઈટર બોલ્યો, “સર મૈને કલ હી જોઈન કિયા હૈ !” આમ એ બોલતો રહ્યો અને અમે ચેક આઇટ કરીને બહાર આવ્યા….!
હું અને નિશા એરપોર્ટ પર હતાં અને ત્યારે એક અજાણ્યો શખ્સ અમારી નજીક આવ્યો અને નિશાને પૂછવા લાગ્યો, “મેડમ…કહા જા રહે હો….?” નિશાએ એના ગોગલ્સ પેર્યા અને બોલી, “લંડન…!” એ આદમી ખુશ થઈ ગયો અને બોલ્યો, “આપકી યાત્રા શુભ રહે…! એ જતો રહ્યો અને નિશા બોલી, “અશોક આપણું કામ થઈ ગયું…!” મેં કહ્યું, “હા…હવે તો ડી.ક્યુ નહીં બચે…!” હું અને નિશા ફ્લાઈટમાં બેઠા અને હું મોટાભાગે ટ્રાવેલિંગ દરમિયાન મારી ડાયરી લખતો અને આ વખતે ડાયરીમાં નવું પ્રકરણ ડી.ક્યુનું લખતો હતો… નિશા મારા ખભા પર માથું રાખીને સુઈ ગઈ અને મેં લખવાનું શરું કર્યું,
“ડી.ક્યુ એ મારા જીવનની સૌથી મોટી ભૂલ છે. હું જ્યારે લોકલ ઇન્વેસ્ટિગેશન કરતો હતો ત્યારે એક ચા ની લારી પર મારી મુલાકાત ડી.ક્યુ સાથે થઈ હતી ! એનું મૂળ નામ વૈભવ છે અને ત્યારે એની ગેંગ તેને એમ.ડી કહેતી. જ્યારે એ ચા પીવે ત્યારે ખલનાયક બની જાય અને મોટી મોટી વાતો કરે. એના કોઈક મિત્રએ તેને પાસપોર્ટ બનાવવામાં મદદ કરી અને ત્યારબાદ અલગ અલગ દેશમાં ગયો અને એ દેશના માફિયાઓ સાથે મળીને સ્મગલિંગનો બિઝનેસ શરું કર્યો. ડી.ક્યુ દેખાવમાં ફિટ અને ફાઇન લાગે અને એને સૌથી વધારે છોકરીઓથી લગાવ હતો. ચા ની લારી પર જ્યારે અમારી મુલાકાત થઈ ત્યારે પણ તે મોટી મોટી વાતો કરતો અને આ વાતોમાં તેનો રુઆબ ચોખ્ખો દેખાતો. અત્યારે ડી.ક્યુની ગેંગમાં સૌથી વધારે છોકરીઓ છે. ડી.ક્યુને મોજ મસ્તી અને ઐયાસી ખૂબ જ ગમતી અને અત્યારે પણ તે ઠાઠમાઠથી જીવે છે. ડી.ક્યુ વિશે સૌથી વધારે હું જ જાણું છું અને આ જ કારણે બે વર્ષથી એની પાછળ પડ્યો છું ! જેમ આપણને સવાર પડતાં જ ચા જોઈએ, એમ એને રોજ રાત્રે એક નવી છોકરી જોઈએ ! હવે એ મુંબઈમાં કોઈક ડીલ કરવા આવ્યો છે અને ઈન્ટેલિજન્સના રિપોર્ટ પ્રમાણે એ કોઈક મોટું કાવતરું ઘડી રહ્યો છે…!”

(ક્રમશઃ વાંચો પ્રકરણ 5 આવતા શનિવારે રાત્રે 9:30 કલાકે ફક્ત ગુજ્જુરોક્સ પર..)
લેખક : પ્રદિપ પ્રજાપતિ અને આરતી સિધ્ધપુરા (GujjuRocks Team)

દરરોજ આવી અનેક લાગણીસભર વાર્તાઓ વાંચો ફક્ત ગુજ્જુરોક્સ પેજ પર. આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

પ્રકરણ 1 વાંચવા માટે અહીં ક્લિક કરો 👉 Part 1
પ્રકરણ 2 વાંચવા માટે અહીં ક્લિક કરો 👉 Part 2
પ્રકરણ 3 વાંચવા માટે અહીં ક્લિક કરો 👉 Part 3