“રામ રાખે તેને કોણ ચાખે ?” આ ભાઈને મોત સ્પર્શીને ચાલ્યું ગયું, વીડિયો જોઈને તમે પણ કહેશો “શું કિસ્મત છે બોસ..” જુઓ

આપણે બધા જ જાણીએ છીએ કે જીવન અને મૃત્યુ કોઈના હાથમાં નથી હોતું, એ ફક્ત ઉપરવાળાના હાથમાં છે. ઉપરવાળાની ઈચ્છાથી જ માણસનો જન્મ થાય છે અને તેમની ઈચ્છાથી જ મૃત્યુ. ત્યારે ઘણીવાર એવી પણ ઘટનાઓ સામે આવે છે જેમાં મૃત્યુ એકદમ નજીકથી આવીને ચાલ્યું જાય છે, ત્યારે એમ થાય કે “રામ રાખે તેને કોણ ચાખે ?” આવી ઘણી ઘટનાઓના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.

કંઈક આવું જ એક વાયરલ વીડિયોમાં જોવા મળ્યું, જ્યારે એક વ્યક્તિ ઘરની બહાર ઊભો છે અને રસ્તા પર જઈ રહેલી એક ટ્રક અચાનક તેની તરફ આવે છે. આ વીડિયો જેટલો ચોંકાવનારો છે તેટલો જ ભયાનક પણ છે. આ ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણી વખત જોવાઈ રહ્યો છે, જેને IPS ઓફિસરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે.

IPS ઓફિસર દીપાંશુ કાબરા વારંવાર તેમના એકાઉન્ટ પર ચોંકાવનારી અને પ્રેરણાદાયી ક્લિપ્સ અને તસવીરો શેર કરે છે. ફરી એકવાર તેમણે તેમના ફોલોઅર્સ સાથે એક વીડિયો શેર કર્યો છે, જેને જોઈને તમારી આંખો પહોળી રહી જશે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે એક વ્યક્તિ ઘરની બહાર ઊભો છે અને તેના કાગળો જોઈ રહ્યો છે. એવું લાગે છે કે તે કોઈક ઘરે કંઈક પહોંચાડવા આવ્યો છે.

એટલામાં પાછળ રોડ પર એક મોટી ટ્રક જઈ રહી છે, પરંતુ ઝાડની ડાળીને કારણે ટ્રકનો પાછળનો ભાગ ફસાઈ ગયો અને ટ્રકનો આગળનો ભાગ હવામાં થોડા ફૂટ ઉડી ગયો. જ્યારે ટ્રક તેના તરફ કૂદીને આવે છે ત્યારે તે ગભરાઈ જાય છે, જો આ વ્યક્તિ થોડો જ નજીક ઉભો હોત તો તેના રામ રમી ગયા હોત. પરંતુ આ ઘટનામાં તેનો વાળ પણ વાંકો ના થયો અને તે ત્યાંથી નીકળી ગયો. સોશિયલ મીડિયામાં લાખો લોકો જોઈ ચુક્યા છે.

Niraj Patel