મનોરંજન

આ બોલિવૂડ હીરો પર ફિદા હતી પત્ની, પતિએ કરી દીધી હત્યા અને પછી જે થયું

આજે ઘણા લોકોને એક્ટર-એક્ટ્રેસ સાથે હદથી બહાર પ્રેમ થઇ જાય છે. વિદેશમાં એક યુવતી ફક્ત ઋતિક રોશન પર ફિદા હતી જેના કારણે તેને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ન્યુયોર્કમાં એક યુવકે તેની પત્નીની હત્યા એ માટે કરી દીધી કે તેની પત્નીનો ક્રશ ઋતિક રોશન હતો. પત્નીની હત્યા કર્યા બાદ પતિએ પણ આત્મહત્યા કરી લીધી હતી.

Image Source

ન્યુયોર્કના ક્રિસ હોમમાં રહેનાર દિનેશ્વર બુદ્ધીદતે શુક્રવારે તેની પત્ની ડોની ડોજોયની હત્યા કરી હતી. દિનેશ્વરે તેની પત્નીની હત્યા કર્યા બાદ હાર્વડ બીચના મેદાનમાં જઈ ઝાડ પર ગળેફાંસો ખાઈને જીવ આપી દીધો હતો. જણાવી દઈએ કે, બન્ને 4 મહિના પહેલા જ લગ્નગ્રંથિથી જોડાયા હતા.

દિનેશ્વરે આત્મહત્યા કરતા પહેલા ડોનીની બહેનને મેસેજ કરી હત્યાની જાણકારી આપી હતી. હત્યાની જાણકારી આપ્તાનની સાથે કે ઘરની ચાવી અંગે પણ જાણ કરી હતી.

પત્નીની હત્યા કરતા પહેલા 2 દિવસ એટલે કે બુધવારે જ પત્નીના હુમલામાં તેને દોષી જાહેર કરવામાં આવ્યો હતું. ડોનિએ કોર્ટમાં દિનેશ્વરથી સુરક્ષા મેળવવા માટે પ્રોટેક્શન ઓર્ડર પણ માંગ્યો હતો.

Image Source

પુછપરછ દરમિયાન ડોનીના એક દોસ્તે જણાવ્યું હતું કે, ડોનીને બૉલીવુડ એકટર ઋતિક રોશન પર ક્રશ હોય તેના કારણે દિનેશ્વરે ડોની પર હિંસક હુમલો કર્યો હતો. વધુમાં કહ્યું હતું કે, જયારે ડોની ઋતિક રોશનનું ફિલ્મ જોતી હોય ત્યારે દિનેશ્વર તેણીને બંધક બનાવી દેતો હતો.

ન્યુયોર્કના એક મીડિયા રિપોર્ટ અનુસાર, 21 ઓગસ્ટ પણ દિનેશ્વરને પત્નીના પર હુમલા કરવા બાબતે ધરપકડ કરવામાં આવી હતી.