‘કમજોર-વૃદ્ધ થઇ ગઇ…’ પાંચ વર્ષ પછી મમ્મીને મળ્યો દીકરો, તૂટી ગયુ દિલ- વીડિયો તમારા આંસુ પણ નહિ રોકી શકે

માંને 5 વર્ષ પછી મળ્યો દીકરો, ચાલી પણ નહોતી શકતી તો ખભા પર ઉઠાવી કરાવી પહાડોની સફર, વીડિયો તમારી આંખમાં પણ આંસુ લાવી દેશે

Son Takes Mother For Trip On Shoulder : કહેવાય છે કે વૃદ્ધાવસ્થામાં માતા-પિતાની સેવા કરવી એ ચાર ધામની યાત્રા સમાન છે. પરંતુ આજના સમયમાં બાળકો વૃદ્ધ માતા-પિતાની સંભાળ લેવાનું પસંદ કરતા નથી, અને ના તો તેમને પોતાની સાથે રાખે છે. આ જ કારણ છે કે મોટાભાગના વૃદ્ધો ઘર છોડી વૃદ્ધાશ્રમમાં રહેવા માટે મજબૂર છે. જ્યાં એક તરફ સમાજમાં માતા-પિતાને પોતાનાથી અલગ કરનારા લોકોની સંખ્યા વધી રહી છે.

તો બીજી તરફ કેટલાક એવા દાખલા પણ જોવા મળે છે, જેને જોઈને લાગે છે કે આજે પણ શ્રવણ કુમારની જેમ માતા-પિતા પર પ્રેમ લૂંટાવનારા છે. ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પણ આવું જ દ્રશ્ય જોવા મળી રહ્યુ છે. ભાવનાત્મક વાર્તા સાથેની આ ક્લિપ @officialhumansofkeralam નામના એકાઉન્ટથી શેર કરવામાં આવી છે. કેપ્શનમાં એક સુંદર વાર્તા પણ કહેવામાં આવી છે,

જેમાં લખ્યું છે – ઘણા વર્ષો પહેલા હું અમ્માને સ્વિટ્ઝર્લેન્ડ લઈ ગયો હતો અને તેમને યુરોપના તમામ સ્થળો બતાવ્યા હતા. નવી જગ્યાઓ જોઈને તે ખૂબ જ ખુશ હતી. પરંતુ તે પછી મને કોવિડને કારણે 5 વર્ષ સુધી ભારત પરત ફરવાની તક મળી ન હતી. હવે હું પાછો આવ્યો છું, અમ્માની હાલત જોઈને મારું દિલ તૂટી ગયું. તેના વાળ સફેદ થઈ ગયા છે અને તે ખૂબ જ કમજોર પણ થઇ ગઇ છે. તેને યોગ્ય રીતે ઉભા થવામાં અને ચાલવામાં પણ તકલીફ પડી રહી છે. તેણે મને કહ્યું કે તે વર્ષોથી ચર્ચ નથી ગઈ.

પછી મેં અમ્માને ફરવા લઈ જવાનું નક્કી કર્યું. મેં તેને નવડાવી અને મારી બહેનની મદદથી તેને સાડી પહેરાવી. પછી તેને ખભા પર ઊંચકીને કારમાં બેસાડીને ફરવા લઈ ગયો. સફર દરમિયાન, અમ્માને ખભા પર ઉઠાવી દૂર સુધી સફર કરાવી. મને ખાતરી છે કે તેનાથી તેઓ ખુશ થયા હશે. આ વ્યક્તિ સ્વિટ્ઝર્લેન્ડમાં વૃદ્ધાશ્રમમાં કામ કરે છે. ત્યારે વીડિયો વાયરલ થયા બાદ લોકો અલગ અલગ કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એકે લખ્યું – ભગવાન તેને હંમેશા સ્વસ્થ રાખે. બીજાએ કહ્યું – માતાનું સ્થાન કોઈ લઈ શકે નહીં.

Shah Jina