3 બહેનોએ એક જ મુરતિયા સાથે કરી લીધા લગ્ન, પરંતુ રાખી એવી શરત કે જાણીને તમારા પણ હોશ ઉડી જશે, ઇન્ટરનેટ ઉપર તસવીરો મચાવી રહી છે ધૂમ

આપણા દેશમાં તો હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને ઘણા લોકો લગ્નના બંધનમાં પણ બંધાઈ રહ્યા છે, આ દરમિયાન લગ્નને લઈને એવી એવી ખબરો સામે આવી રહી છે જેને જાણીને આપણે પણ હેરાન રહી જઈએ ઘણીવાર લગ્નની અંદર થતી અલગ અલગ વિધિ પણ લોકોનું ધ્યાન આકર્ષતી હોય છે. ત્યારે હાલ એક લગ્નએ લોકોમાં કુતુહલ જન્માવ્યું છે.

આ લગ્નની ખબર આપણા દેશમાંથી નહીં પરંતુ આફ્રિકન દેશ કોંગોમાંથી સામે આવી છે. આ લગ્નનો કિસ્સો ખુબ જ ચોંકવાનરો પણ છે. કારણ કે અહીંયા ત્રણ બહેનોએ એક જ વરરાજા સાથે લગ્ન કર્યા છે. ત્રણેય એક જ વ્યક્તિના પ્રેમમાં પડી અને પછી બહેનોએ શરત મૂકી કે વરરાજાએ ત્રણેય સાથે લગ્ન કરવા પડશે.

ડેઈલી સ્ટારમાં છપાયેલા અહેવાલ મુજબ, ત્રણ સગી બહેનો સાથે લગ્ન કરનાર વ્યક્તિનું નામ લુવિઝો છે. તેની ઉંમર 32 વર્ષની છે. લુવિજોએ નતાશા, નતાલી અને નાડેગે નામની ત્રણ સગી બહેનો સાથે લગ્ન કર્યા. લુવિજો સૌપ્રથમ સોશિયલ મીડિયા દ્વારા નતાલીને મળ્યો અને બાદમાં તેની અન્ય બે બહેનો સાથે પણ સંબંધ બાંધ્યો.

લુવિજોએ કહ્યું કે તેની પાસે કોઈ વિકલ્પ નહોતો કારણ કે તેણે શરત મૂકી હતી કે ત્રણેય બહેનોના લગ્ન એક જ દિવસે થવાના છે. આ નિર્ણય તેના માટે ઘણો મુશ્કેલ હતો. મારા માતા-પિતા હજુ પણ સમજી શક્યા નથી કે મેં આવું કેમ કર્યું? વરને ત્રણેય બહેનોની વાત માનવી પડી.
ઉપરાંત એક દુલ્હનએ કહ્યું કે જ્યારે અમે ત્રણેય બહેનોએ એકસાથે લગ્નની શરત લુવિજોની સામે મૂકી તો તે આશ્ચર્યચકિત થઈ ગયો. જોકે, બાદમાં તેણે અમારી શરત સ્વીકારવી પડી હતી. અમે ત્રણેય બહેનો તેને ખૂબ પ્રેમ કરીએ છીએ.

તેને વધુમાં કહ્યું કે ભલે લોકો ત્રણ મહિલાઓ માટે પતિને શેર કરવાનું અશક્ય માનતા હોય, પરંતુ અમે ત્રણેય બહેનો નાનપણથી જ બધું શેર કરીએ છીએ અને હવે પતિ પણ શેર કરશે. નોંધપાત્ર વાત એ છે કે લુવિજો સાથે લગ્ન કર્યા બાદ ત્રણેય બહેનો ખૂબ જ ખુશ છે. આ લગ્નની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

Niraj Patel