ઢગલબંધ કપ લઈને પિરામિડ બનાવી રહ્યો હતો આ વ્યક્તિ, પરંતુ બન્યું એવું કે આવ્યો માથું પકડીને બેસવાનો વારો, જુઓ વીડિયો

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં રોજ બરોજ ઘણી ઘટનાઓ વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયો એવા પણ હોય છે જે સોશિયલ મીડિયા યુઝર્સને હેરાન પણ કરી દેતા હોય છે તો ઘણા વીડિયો પેટ પકડીને હસાવતા પણ હોય છે. હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

ઘણા લોકો કંઈક સર્જનાત્મક કરવાનું વિચારતા હોય છે, પરંતુ તેમની એક નાની એવી ભૂલ તેમની સર્જનાત્મકતાને ખતમ કરી નાખે છે. હાલ એવું જ આ વાયરલ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે. જેને જોઈને તમને પણ એક સમયે અફસોસ થઇ જશે, અને તમે પણ કહેશો કે આ ભાઈની આખી મહેનત બરબાદ થઇ ગઈ.

વાયરલ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિ સેંકડો કપ લઈને પિરામિડ બનાવી રહ્યો છે.આ વીડિયો એક અમેરિકી યુવકનો છે. યુવકે હજારો લાલ રંગના કપ લીધા છે અને તેને મોટાભાગનું પિરામિડ બનાવી પણ લીધું છે અને તે ખુબ જ સુંદર પણ દેખાઈ રહ્યું છે. તે એક નિસરણીની મદદ લઈને પિરામિડ ઉપર કપ ગોઠવી રહ્યો છે.

આ જોઈને તમે તે વ્યક્તિની પણ પ્રસંશા કરશો, પરંતુ આ દરમિયાન એવું બને છે કે બધા જ શોક થઇ જાય છે. તે વ્યક્તિ જયારે નિસરણી ઉપર ચઢીને છેલ્લા કપ ગોઠવતો હોય છે ત્યારે જ અચાનક જ તેનું બેલેન્સ બગડી જાય છે અને તે પિરામિડ ઉપર જ પડે છે અને આખું પિરામિડ સાથે તે ભાઈની મહેનત પણ બરબાદ થઇ જાય છે. સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel