કોરોનામાં થયું પત્નીનું નિધન, પતિ સહન ના કરી શક્યો પત્નીની વિદાય..પછી કર્યું એવું કામ કે જોઈને તમારી આંખો પણ આંસુઓથી છલકાઈ જશે… જુઓ

મૃતક પત્નીની યાદમાં પતિએ બનાવી પત્નીની સિલિકોનની પ્રતિમા, રોજ ઘરેણાં પહેરાવે છે, વાતો કરે છે, વાળ પણ ઓળે છે.. કહાની આંખોમાં આંસુઓ લાવી દેશે… જુઓ

જીવન અને મરણ આપણા હાથમાં નથી, એ ઈશ્વરના હાથમાં છે, પરંતુ કોઈ ગમતું વ્યક્તિ જયારે આ દુનિયામાંથી વિદાય લઇ લે ત્યારે તેની યાદ હૈયાને હંમેશા ઝકઝોર કરી દેતી હોય છે. કોરોનાના કારણે ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા, ઘણા લોકોએ પોતાના સ્નેહી સ્વજન ખોયા, જેમને તેઓ આજે પણ યાદ કરતા હોય છે. ત્યારે મૃતક વ્યક્તિને યાદ કરવા સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો પણ નથી હોતો.

પરંતુ હાલમાં એક એવી ઘટના સામે આવી છે જેને જાણીને ઘણા લોકોની આંખોના આંસુ છલકાઈ રહ્યા છે. કારણે કે કોલકાત્તાના રહેવાસી 65 વર્ષીય તાપસ શાંડિલ્યએ તેમની દિવંગત પત્નીની યાદમાં જે કામ કર્યું છે તે ખરેખર ખુબ જ ભાવુક કરી દેનારું છે. તાપસના પત્ની ઈન્દ્રાણીનું કોરોનાની બીજી લહેર દરમિયાન નિધન થઇ ગયું હતું. જેના બાદ તેઓ તેમની પત્નીને ખુબ જ યાદ કરી રહ્યા હતા. પત્નીની યાદોને જીવંત રાખવા માટે તેમણે પત્નીની સિલોકોનની પ્રતિમા બનાવી. જેના માટે તેમણે 2.5 લાખ રૂપિયાનો ખર્ચ પણ કર્યો.

ત્યારે હવે પત્નીની આ પ્રતિમાનું તેઓ ખાસ ધ્યાન રાખે છે.  તાપસ તેમની પત્નીની પ્રતિમાને રોજ તૈયાર કરે છે, સોનાના ઘરેણા પહેરાવે છે. વાળ ઓળે છે અને પત્નીની પ્રતિમા સાથે વાતો પણ કરે છે. પત્ની પ્રત્યેનો આવો પ્રેમ જોઈને કોઈની પણ આંખોમાં આંસુઓ આવી જાય. તેમની આ પ્રેમ કહાની સોશિયલ મીડિયામાં પણ વાયરલ થઇ રહી છે અને આસપાસના લોકોમાં પણ ચર્ચાનો વિષય બની છે.

ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે તાપસ રિટાયર્ડ કેન્દ્રીય કર્મચારી છે. તે 10 વર્ષ પહેલા માયાપુરમાં આવેલા ઇસ્કોન મંદિરમાં ગયા હતા. જ્યાં બંનેએ એ.સી. ભક્તિવેદાંત સ્વામીની સજીવ પ્રતિમા જોઈ હતી અને તેનાથી તેઓ ખુબ જ પ્રભાવિત પણ થયા હતા. ત્યારે જ ઈન્દ્રાણીએ તાપસને કહ્યું હતું કે જો મારુ નિધન થઇ જાય તો મારી આવી જ પ્રતિમા બનાવજો.

ઈન્દ્રાણીએ આ વાત મજાકમાં કરી હતી. પરંતુ તાપસને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે તેમના જીવતે જીવંત પત્નીની આ ઈચ્છા પણ તેમને પૂર્ણ કરવાનો મોકો મળશે. 4 મે 2021માં કોરોનાની બીજી લહેરમાં તેમની પત્નીનું નિધન થયું, જેના બાદ પત્નીની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવા માટે તેમને ઇન્ટરનેટ પર સિલિકોનની પ્રતિમા બનાવનારની શોધ કરી અને આખરે તેમની તલાશ પૂર્ણ થઇ.

Niraj Patel